અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં 4 વર્ષનું બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં HMPV વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી. 13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.
અમદાવાદ શહેરમાં 26 ડિસેમ્બરથી લઈને 13 જાન્યુઆરી સુધીમાં પાંચ જેટલા HMPV વાયરસના કેસ પોઝિટિવ આવ્યા છે. પાંચમાંથી ત્રણ બાળકો છે. જ્યારે બે દર્દીઓ વૃદ્ધ છે. ત્રણેય બાળ દર્દીઓને શરદી, ખાંસી, તાવ, અને કફની તકલીફ હતી. જ્યારે બે વૃદ્ધ દર્દીઓને અસ્થમા અને સુકી ખાંસી તેમજ શરદીની તકલીફ હતી. એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. પાંચેય દર્દીઓને સારવાર વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.
HMPV વાયરસના લક્ષણો શું છે?
ચેપ ફેલાતો કેવી રીતે અટકાવવો?
શું આ વાયરસની કોઈ સારવાર છે?
HMPV ની સારવાર માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ થેરાપી નથી, અને HMPV ચેપને રોકવા માટે અન્ય કોઈ રસી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવીની ગાંધીનગર મુકામે બદલી થઈ આવતા ભવ્ય વિદાય સમારંભ
January 15, 2025 07:05 PMખંભાળિયા : સિંહણ નર્સરી ખાતે વન કવચનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા
January 15, 2025 06:15 PMજામનગરમાં નિવૃત્ત આર્મી મેને 1.81 કરોડ ઓનલાઇન ફ્રોડમા ગુમાવ્યા
January 15, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech