જામનગરના એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ધો. 1 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

  • July 26, 2021 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર.ટી.ઈ. હેઠળ ધોરણ-1 માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓના ફોર્મ મંજુર થયા પછી શિક્ષ્ાણકાર્ય શરૂ કરવા માટે ટ્રસ્ટ દ્વારા જરૂરી સાધન-સહાયની કિટ અપાઈ

જામનગર શહેરમાં વસવાટ કરતા પરિવારના જે સંતાનોને રાઈટ ટુ એજયુકેશન (આર.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહેરની સેવાક્યિ સંસ્થા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ટ્રસ્ટના કાયર્લિય પરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ સરકારના નિયમોનુસાર પ્રથમ રાઉન્ડમાં જિલ્લા કક્ષ્ાાએ મંજુર થયેલી અરજી પૈકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવાના ભાગરૂપે જામનગરની સંસ્થા એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તા.ર4-07-ર0ર1 શનિવારે ગુરૂપૂર્ણીમાં દિવસે ધીરૂભાઈ અંબાણી વાણીજય ભવન જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષ્ાણ કાર્ય શરૂ કરવામાં માટેની અભ્યાસ ક્રમને લગતી જરૂરી સાધન સહાયની કિટનું વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ તથા અન્ય મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જીતુભાઈ લાલે સ્વાગત પ્રવર્ચનમાં તમામ વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને આવકાયર્િ હતા, તેમજ આર.ટી.આઈ. હેઠળની યોજના અંગે માહિતગાર ક્યર્િ હતા, તેમજ છેલ્લા પાંચ વષ્ર્થિી સંસ્થા દ્વારા આર.ટી.ઈ. હેઠળના સરકારની ગાઈડ લાઈન મુજબના ફોર્મ ભરી વિદ્યાર્થીઓને એડમીશન સુધીની ઓનલાઈનની તમામ પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે અને શહેરના નબળા વર્ગના તેમજ પછાત વર્ગના અનેક વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં અભ્યાસમાં જોડાવવા માટે ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ વર્ષ્િે પણ આ પ્રક્રિયા ચાલુ રખાઈ હતી અને આ કાર્યક્રમમાં હાજર તમામ વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને ટ્રસ્ટ દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત ઓનલાઈન પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના બાળકોનું ધ્યાન રાખી ઉચ્ચ અભ્યાસ સુધી તમામ બાળકોની તકેદારી રાખીને ભારતના ઉજજવળ ભવિષ્યમાં હિસ્સેદાર બને તેવી પણ નમ્ર અપિલ કરી હતી.

એચ.જે. લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ટ્રસ્ટ પરિવારના બિપેન્દ્રસિંહ જાડેજા, ટ્રસ્ટ પરિવારના ભરતભાઈ કાનાબાર અને પ્રફુલભાઈ મહેતા તેમજ એચ.જે. લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી ક્રિષ્નરાજભાઈ લાલના હસ્તે વિદ્યાર્થીઓને શિક્ષ્ાણ કાર્ય શરૂ કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી જરૂરી શૈક્ષ્ાણીક કીટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા, તેમજ કાર્યક્રમની આભારવિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી ક્રિષ્નરાજભાઈ લાલે કરી હતી, અને કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટ પરિવારના લલીતભાઈ જોષ્ાી દ્વારા કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS