32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન

  • April 17, 2025 07:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી ચાલી રહેલું વ્યાયામ શિક્ષકોનું આંદોલન આખરે સમેટાયું છે. સરકાર અને આંદોલનકારી વ્યાયામ શિક્ષકો વચ્ચે સમાધાન થતાં આંદોલન પૂર્ણ થયું છે. સમાધાન અનુસાર સરકાર નીતિગત નિર્ણયનો અમલ કરવા માટે ત્રણ મહિનાનો સમય લેશે.


આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્ય માંગણીઓ પૈકીની એક માંગણી હતી કે ખેલ સહાયકોની નિયુક્તિ કરવામાં આવે અને ઉંમરમાં બાધ ન આવે. સરકારે આ મુદ્દાઓ પર હકારાત્મક વર્તન દાખવ્યું છે અને વિચારણા કરવાની ખાતરી આપી છે.


આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના તેમજ ખેલ સહાયકો અને ક્રીડા ભરતી સ્વૈચ્છિક સંઘ સહિતના હોદેદારોની બેઠક ગાંધીનગર ખાતેના સચિવાલય ખાતે મળી હતી. જેમાં રાજ્ય સરકાર સમક્ષ છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન થઈ હોવાની તેમજ વ્યાયામ શિક્ષકોની ભરતી આવનાર સમયમાં થાય તે અંગે અને વ્યાયામ શિક્ષકો અંગેની પડતર માંગો અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અંગે માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવતા વ્યાયામ શિક્ષકોનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.


આ સમાધાનથી આંદોલનકારી વ્યાયામ શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેઓ સરકારના હકારાત્મક વલણથી સંતુષ્ટ છે અને આશા રાખે છે કે સરકાર ટૂંક સમયમાં તેમની માંગણીઓનો અમલ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application