આમરા કન્યા શાળામાં જ્ઞાનશકિત દિવસની ઉજવણી

  • August 06, 2021 10:51 AM 

જામનગર તાલુકાના સી.આર.સી.આમરા કલસ્ટર હેઠળની આમરા કન્યા શાળામાં તાજેતરમાં રાજય સરકાર દ્વારા જ્ઞાન શકિત દિવસની ઉજવણી કરવાનું સુચન થયેલ હતું.

આમરા કન્યા શાળામાં જ્ઞાનશકિત દિવસની ઉજવણીના ભાગપે શાળામાં સ્થાપિત થયેલ સ્માર્ટ કલાસમ-જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવેલ, કોરોના ગાઇડલાઇનને અનુસરીને મયર્દિીત લોકોની હાજરીમાં લોહાર્પણ કાર્યક્રમની શઆતમાં પ્રાર્થના, સ્વાગત, દિપ પ્રાગટય, પ્રાસંગીક પ્રવચનમાં શાળાનાં આચાયર્એિ જ્ઞાનકુંજ પ્રોજેકટની માહિતી આપીને વર્ગ શિક્ષણમાં તેની ઉપયોગીતા સમજાવવામાં આવેલ. લોકાર્પણ વિધી અને ઉપસ્થિત સૌ લોકોએ રાજય સ્તરના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળેલ.

આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી અને જિલ્લા સદસ્યાના પ્રતિનિધિ રણછોડભાઇ પરમાર, તાલુકા સદસ્યા જયશ્રીબેન, સરપંચ પરસોતમભાઇ ધારવીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રણુભા જાડેજા, મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, આમરા સીટના પ્રભારી મંત્રી ભીખુભા જાડેજા, એસએમસી અઘ્યક્ષા અન્સુયાબેન પરમાર સહિતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતાં. શાળાના આચાયર્િ અપેક્ષાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક વેલજીભાઇ પરમારે કર્યુ, શાળા શિક્ષક વેલજીભાઇ પરમારે કર્યુ, શાળા શિક્ષકગણની હાજરી અને જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS