શાળાઓની નજીક બેફામ વેચાતા ગુટખા

  • October 22, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંકુલો નજીક પાનની દુકાનો-કેબિનોમાં ખુલ્લેઆમ પાન મસાલા, ગુટખાના વેચાણ સામે આજકાલ અખબાર દ્વારા કુમળીવયના વિદ્યાર્થીઓ માટે સમાજિક પ્રહરી બની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે મળી દુકાનો પર સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું.
રાજકોટ શહેરનો વ્યાપ વધી રહ્યો છેેેે તેમ બદીઓ, દુષણો પણ ઘર કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર્રનું એયુકેશન હબ બનેલા રાજકોટમાં શાળા, કોલેજો શૈક્ષણીક સંકુલો નજીક કે દિવાલે જ ભાવિ પેઢીને બરબાદ કરતા નસીલા દ્રવ્યો ગુટખાઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. શૈક્ષણીક સંકુલો પાસે ટોબેકો એકટ મુજબ ૧૦૦ મીટરની ત્રિજયામાં કયાંય આવા નસીલા પદાર્થેાનું વેચાણ થવા પર પ્રતિબધં છે છતાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આજકાલ અખબાર દ્રારા સામાજીક ફરજ સમજીને આ દુષણ અટકાવવા પોલીસ તથા મહાપાલિકાને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરાયા છે. આજે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરાયું અને શાળાઓ પાસેની આવી દુકાનોને નોટીસ ફટકારી દડં વસુલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાન મસાલા સાથે તમ્બાકુ કે ગુટખાની અલગ પડીકી મિશ્ર્િત કરીને ખાવાનું નશો કરવાનું નવું ચલણ ચાલુ થયું છે.
અસંખ્ય કુમળી વયના છાત્રો, વિધાર્થીઓ આવા નસીલા દ્રવ્યો તમ્બાકુવાળા ગુટકા પેટમાં પધરાવી કેન્સર જેવા રોગોને આમંત્રીત કરી રહ્યા છે. પોલીસ તથા મહાપાલિકાએ પોતાની નૈતિક ફરજ કે સામાજીક દાયિત્વ સમજીને પણ શાળા, કોલેજ સંકુલો પાસે ધમધમતા આવા ગુટકા કેન્દ્રો કેબીનો, દુકાનો બધં કરાવવા જોઈએ પરંતુ અત્યારે તો આ દુષણને ડામવા નથી તો જાણે પોલીસને રસ અથવા તો નથી મહાપાલિકાને કોઈ ખેવના. જે રીતે સરાજાહેર વેચાણ થઈ રહ્યું છે તેના પરથી પ્રતિત થયા વિના રહે નહીં. હવે આ બન્ને વિભાગ આળશ મરડી કે બાળકોની ચિંતા વ્યકત કરી કોઈ કાર્યવાહી કરે તો ફરજ સાથે પુણ્યનું કામ પણ કહી શકાય.
રાજકોટ શહેરમાં સ્કૂલો, કોલેજો નજીક ખુલ્લેઆમ વેચાતા નસીલા પદાર્થેાથી બાળ વયના વિધાર્થીઓથી લઈ યુવાધન આવા વ્યસનના આદી બની રહ્યા છે. શહેરમાં શૈક્ષણીક સંકુલો નજીક આવા તમ્બાકુ, ગુટકા કે નસીલા પદાર્થેાના વેચાણ પર પ્રતિબધં છે છતાં બેરોકટોક વેચાણ થાય છે જે બાબતે આજકાલ અખબાર દ્રારા સામાજીક દાયિત્વ દાખવીને આવા નસીલા પદાર્થેાના વેચાણ કયાં અને કેવી રીતે થાય છે તે માટે સ્ટીંગ કયુ હતું. જેના પરથી શહેરભરમાં આવા પદાર્થેા શૈક્ષણીક સંકુલો પાસે ખુલ્લેઆમ અને જાણે સીંગ, દાળીયા કે ચણા મમરા વેચાતા કે વેચતા હોય તેવી રીતે કોઈ ડર વિના ધીકતો ધંધો થતો હતો.
શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોક નજીક જ આવેલી એસઓએસ સાયન્સ સ્કુલ પાસેના જ બિલ્ડીંગમાં એક નહીં બે નહીં પાંચ–પાંચ પાનની દુકાનો અને ત્યાં ગુટકા કે પાન, ફાકી, સિગાર સરળતાથી મળી રહેતા હશે. આત્મીય કોલેજની સામેની સાઈડ તેમજ પરીમલ સ્કુલ નજીક પણ પાનની દુકાન, કેબીનમાં પણ પાન, મસાલા સંબંધી વેચાણ થતા હતા.
અક્ષર માર્ગના છેડે આવેલી ઉત્કર્ષ સ્કુલ પાસે પણ પાનની દુકાન ધમધમે છે. શહેરની કરણસિંહજી હાઈસ્કુલ તો દિવાલે જ કેબીનોમાં ખુલ્લેઆમ જુદા જુુદા પ્રકારના ગુટકા, તમ્બાકુ કે આવા નસીલા દ્રવ્યોના તોરણો લટકે છે અને વેચાણ પણ થાય છે. લાલ બહાદુર શાી સ્કૂલ પાસે પણ કેબીનમાં ગુટકાઓ વેચાય, તમ્બાકુ વેચાય અને સાથે તમ્બાકુની પડીકીવાળી સોપારી સહિતની ફાકીઓ પણ મળી રહે. શહેરમાં મહત્તમ શાળા, કોલેજો, શૈક્ષણીક સંકુલો પાસે આવી અવદશા છે.
નાસૂર જેવી બની રહેલી આ બદી અટકાવવા જવાબદાર પોલીસ અને મહાપાલિકા જાગૃત બનીને ભુલકાઓથી લઈ ટીનએજર્સ સુધીનાને કેન્સર કે આવા ભયાવહ રોગ તરફ લઈ જતા ગુટકાઓ, નસીલા દ્રવ્યોનું વેચાણ બધં કરાવે અથવા કડકાઈ દાખવે. આજે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની સુચના સાથે રણજીતસિંહ પઢીયારા, વિજયસિંહ જાડેજા તેમજ સ્ટાફના અન્ય સભ્યો દ્રારા ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. દુકાનો પર  ખુલ્લેઆમ રહેલી વસ્તુઓ બાબતે નોટીસ સાથે દડં વસુલ્યો હતો. સરાજાહેર સિગારેટનો કશ મારનારાને પણ દડં ફટકાર્યેા હતો.


દારૂ, જુગાર, જીએસટી શોધતી પીસીબી, ડીસીબી, શહેર પોલીસ બાળકોને બચાવવા જાગૃત બને
રાજકોટ શહેરમાં ડાયરેકટ કનેકટેડ પીસીબી પણ અન્ય શહેરોની માફક એકટીવ કરાઈ છે. આ બ્રાંચની આરંભીક કામગીરી દોડધામ પણ સારી છે. દારૂ, જુગાર, જીએસટી કે આવા કામો તરફ પીસીબી, ડીસીબી દોડે છે કે, આવી બદીઓ શોધે છે, પકડે છે. જયારે નસીલા ગુટકાઓ, દ્રવ્યો તો શાળા, કોલેજો, શૈક્ષણીક સંકુલો નજીક જાહેરમાં દેખાય તે રીતે કેબીનો, દુકાનોમાં વેચાય છે. એ તો નથી શોધવાની જરૂર કે નથી તો એમા બાતમીદારોની જરૂરી ટીમો બનાવીને શૈક્ષણીક સંકુલો આસપાસ જઈ ચડે તો પણ નજર સામે જ આવા વેચાણો પકડાઈ જાય તેમ છે. ખરેખર પીસીબી ડીસીબી અને ડ્રગ કે અન્ય વસ્તુઓ શોધતી એસઓજી તેમજ સ્થાનીક પોલીસે પણ તેમના વિસ્તારોમાં શૈક્ષણીક સંકુલો નજીક બાળકોના ભાવિને સુધારણા રૂપ કાર્ય માટે ધોંસ બોલાવવી જોઈએ. બધે જ કોઈ આશા અપેક્ષાવાળા નહીં પરંતુ કોઈ કાર્યેા એવા પણ થવા જોઈએ કે પરોપકારી બની રહે. જો આવા વેચાણો, સંકુલો પાસે બધં થાય તો અસંખ્ય બાળકો, વિધાર્થીઓ આ ગર્તા તરફ ધકેલાતા કે જતા અટકી શકે.


સ્ટુડન્ટસ ગુટખાથી શરૂઆત કરી ડ્રગ્સના રવાડે ચડવા લાગે છે
કુમળી વયના પાંચથી દશ કે બાર ધોરણના સ્ટુડન્ટસ શરૂઆતમાં શૈક્ષણીક સંકુલો નજીક વેચાતા મસાલા, પાન ત્યાર બાદ નશો વધારવા ગુટકા તમ્બાકુ ફાકી સુધી પહોંચે છે. ઘરેથી બાળકોને આશા, અપેક્ષાઓ સાથે વાલીઓ અભ્યાસકાર્ય કરવા મોકલે પરંતુ શાળા સંકુલો નજીક આવા નસીલા પદાર્થેા સરળતાથી મળતા હોય અને તેમાંય એકાદ સહઅધ્યાયી વ્યસને ચડે એટલે ધીમે ધીમે તેના સાથીઓ પણ ગુટકા, ફાકી, તમ્બાકુ મીશ્રીત કરી નશાની કુટેવમાં આવી જાય છે. આથી આગળ વધીને અથવા તો આવી પાનની કેબીનો, દુકાનો એ ઉભા રહેતા નસીલા દ્રવ્યો એમડી ડ્રગ્સ કે આવા ડ્રગ્સ વેચનારાઓ ટીન એજર્સ સ્ટુડન્ટને ડ્રગ્સના રવાડે ચડાવે અને કોલેજમાં પહોંચે ત્યારે આવા ડ્રગ એડીકટ બની જતા હોવાના પણ અગાઉ કિસ્સા પ્રકાશમાં આવી ચુકયા છે


વિશ્ર્વાસુ બની જતાં વિધાર્થીઓ કે વધુ નાણા આપે તો નસીલી ગોળીઓ પણ મળે
શહેરમાં શૈક્ષણીક સંકુલો નજીક તો પુડીઓ, સિગારેટ ખુલ્લેઆમ વેચાય છે. તોરણની માફક આવા ગુટકાઓની હારમાળા લટકતી હોય છે. ગુટખાની ટેવ બાદ વધુ નશાના આદી કે આવો શોખ પ્રગટ કરનારાઓને અને કેબીન, દુકાનદારોના વિશ્ર્વાસુ ગ્રાહકો બની જતા ટીન એજર્સને નસીલી ગોળીઓ કે કહેવાય છે કે, આ ગોળીઓમાં ગાંજાનો ભાગ હોય છે. આવી ગોળીઓ કે સ્મોકીંગમાં નશો આવે એવા દ્રવ્ય પણ ગુપચુપ વેચવામાં આવે છે. અગાઉ ઘણી જગ્યાએ આવા ગોળીઓ કે પડીકીઓ વેચાણ પકડાયા પણ છે. જો કે, છેલ્લા છએક માસથી વધુ સમયથી આવા દરોડા ઠપ્પ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application