ગોંડલ તાલુકા પોલીસે ગુંદાળા ગામથી દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક ત્રાકુડા નજીક કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારમાંથી રૂપિયા 2.51 લાખની કિંમતનો 274 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 6.51 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો રેઢો મૂકી નાસી ગયેલા કારચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ગોંડલ ડીવાએસપી કે.જી.ઝાલા, પ્રોબેશનલ આઇપીએસ ડો.નવિન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગુંદાળા ગામે પહોંચતા એક સફેદ કલરની મહિન્દ્રા એસયુવી કાર શંકાસ્પદ રીતે પસાર થતી હોય તેથી પોલીસે તેનો પીછો કર્યો હતો પોલીસને પાછળ આવતી જોઈએ કારચાલકે કારં હંકારી મૂકી હતી અને જામકંડોરણા ગામ તરફ જતા રોડ પર અનિડા,ડૈયા અને ત્રાકુડા ગામ તરફ ગાડી ભગાવી મુકતા પોલીસે ફિલ્મ ઢબે તેનો પીછો કર્યો હતો. બાદમાં દેવા બાપાના મંદિર પાસે કાર રેઢી મૂકી આ શખસ નાસી ગયો હતો. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ. 2.51 લાખની કિંમતનો 274 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો એક્સયુવી કાર નંબર જીજે 3 ઇએલ 3959 સહિત કુલ રૂપિયા 6.51 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો રેઢો મૂકી નાસી ગયેલા કારચાલકની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા જીતેન્દ્રસિંહ વાળા કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા સંજયભાઈ મકવાણા અને રણજીતભાઈ ધાધલ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech