ગલ્ફ એર પ્લેનનું કુવૈતમાં ઈમરજન્સી લેન્ડિંગ, 60 ભારતીય મુસાફર ફસાયા

  • December 02, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈથી માન્ચેસ્ટર જતી ગલ્ફ એરમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે 60 ભારતીય મુસાફરોને ઈમરજન્સીમાં કુવૈતમાં ઉતરવું પડ્યું હતું. મુસાફરો લગભગ 24 કલાક પછી અહીંથી નીકળી શક્યા હતા પરંતુ આ સમયગાળા દરમિયાન સુવિધાઓને લગતી ફરિયાદો સામે આવી છે જેનો ઉકેલ લાવવા ભારતીય એમ્બેસી મદદ માટે દોડી હતી, જો કે 24 કલાક બાદ વિમાન ઉડાન ભરી શક્યું હતું.
મુંબઈથી માન્ચેસ્ટર ગયેલા લગભગ 60 ભારતીય મુસાફરો લગભગ 24 કલાક સુધી કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયા હતા. મુસાફરોનો આરોપ છે કે લાંબી પ્રતીક્ષા દરમિયાન તેમને ભોજન, પાણી, રહેઠાણ અથવા મૂળભૂત સહાય આપવામાં આવી ન હતી. ગલ્ફ એરની ફ્લાઈટ જીએફ005 ટેક્નિકલ ખામીને કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી. ફસાયેલા મુસાફરોમાંના એક આરઝૂ સિંઘે જણાવ્યું હતું કે તેઓ એરપોર્ટ છોડવામાં અસમર્થ હતા, કારણ કે તેની પાસે ટ્રાન્ઝિટ વિઝા નહોતા. જ્યારે યુકે અને યુએસ પાસપોર્ટ ધારકોને ટ્રાન્ઝિટ વિઝાની ઉપલબ્ધતાને કારણે બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે પેસેન્જરોએ સોશિયલ મીડિયા પર તેની ફરિયાદ કરવાનું શરૂ કર્યું ત્યારે સ્થિતિ વધુ વણસી ગઈ. આ પછી કુવૈતમાં ભારતીય દૂતાવાસને દરમિયાનગીરી કરવી પડી હતી. અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યા પછી, કુવૈતમાં ભારતીય દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓ એરપોર્ટ પર ફસાયેલા ભારતીય મુસાફરો સુધી પહોંચ્યા.
આરઝૂએ કહ્યું કે ચચર્-િવિચારણા બાદ એરપોર્ટ સત્તાવાળાઓ વરિષ્ઠ નાગરિકો અને શિશુઓ સાથે મુસાફરી કરતા મુસાફરો માટે એરપોર્ટની અંદર સુવિધા આપવા સંમત થયા હતા. જો કે, બાકીના મુસાફરોને કઈ રીતે સુવિધા આપવામાં આવશે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ માહિતી આપી ન હતી. ભારતીય દૂતાવાસના અધિકારીઓ વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવા માટે એરલાઇન સાથે વાતચીત શરુ કરી હતી.
ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ગલ્ફ એરની ફ્લાઈટ આખરે આજે સવારે 4:34 વાગ્યે ફસાયેલા ભારતીય મુસાફરો અને અન્યોને લઈને રવાના થઈ હતી. ફ્લાઈટ રવાના થઈ ત્યાં સુધી એમ્બેસીની ટીમ ત્યાં જ હતી.
શિવાંશ નામના અન્ય એક મુસાફરે પણ સોશ્યિલ મીડિયા દ્વારા એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી આપી હતી. તેણે ડ પર લખ્યું, તમામ બ્રિટિશ પાસપોર્ટ ધારકોને વિઝા ઓન અરાઈવલ મળે છે. જ્યારે ભારતીય પાસપોર્ટ ધારકોને કોઈપણ પ્રકારની માહિતી, ખોરાક અથવા કોઈપણ પ્રકારની મદદ વિના ફસાયેલા છોડી દેવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News