રાજસ્થાન,ગોવા,પંજાબ સહિતના રાજયોમાંથી ગુજરાતમાં દારૂનો મોટો જથ્થો સપ્યાલ કરનાર બિશ્નોઈ ગેંગના ૯ અને દારૂ મંગાવનાર ગુજરાતના ૪ સહિત ૧૩ સામે એસએમસીની આકરી કાર્યવાહી: બેની ધરપકડ
ગુજરાતમાં રાજસ્થાન,ગોવા,પંજાબ સહિતના રાજયોમાંથી દારૂનો જથ્થો સપ્યાલ કરનાર બિશ્નોઈ ગેંગના ૯ બુટલેગરો તથા ગુજરાતમાં દારૂનો જથ્થો મંગાવનાર ૪ શખસો સહિત ૧૩ શખસોની આ ટોળકી સામે એસએમસી દ્વાર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા શખસો સામે આકરી કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
રાજય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના હેઠળ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયના સુપરવિઝનમાં ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન, ગોવા, પંજાબ રાજ્યોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાત રાજ્યમાં મોકલનાર રાજસ્થાન રાજ્યના બિશ્નોઈ ગેંગના ૯ બુટલેગરો તેમજ ગુજરાત રાજ્યના વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, મોરબી, રાજકોટ જિલ્લાઓમાં મોટો જથ્થો મંગાવનાર ગુજરાતના ૪ મળી કુલ ૧૩ સાગરીતોની સંગઠીત ગુના આચરતી ટોળકી વિરૂધ્ધ ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક ) એકટ ૨૦૧૫ની કલમ ૩(૧)ની પેટા (૨) તથા કલમ ૩(૨), કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબ ગુનો દાખલ કરવા પોલીસ કમિશ્નર વડોદરા શહેર પાસેથી મળેલ મંજુરી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ આર.જી.ખાંટ સરકાર તરફેની ફરીયાદ આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ડીવાયએસપી આર.આઈ.દેસાઈને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે, જે તપાસ દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા આરોપી છબીનાથસિંહ ઉર્ફે છબીલનાથસિંહ ઉર્ફે પ્રદિપ રાજા કૌશલસિંહ રાધેશ્યામસિંહ રાજપુત(રહે.૩૫, સ્નેહ કુંજ સોસાયટી, નુતન નાગરીંક બેંકની બાજુમાં, ઇસનપુર, અમદાવાદ), રવિ ઉર્ફે જીગો ચામડો ઠાકોરભાઇ મગનભાઈ માછી (નાવીક)(રહે.ઘર નં.૧૧૬, સ્લમ ક્વાટર્સ, નાલંદા પાણીની ટાંકી સામે, વાઘોડીયા રોડ, વડોદરા) ને ઝડપી લીધા હતાં.
એમસએમસીએ ત્રણ માસમાં ૩ ગુજસીટોકના ગુના દાખલ કર્યા
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છેલ્લા ત્રણ માસમાં ગુજરાત રાજ્યમાં સંગઠીત ગુના આચારતી ટોળકીના કુલ ૨૯ સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક એક્ટ હેઠળના કુલ ૩ ગુનાઓ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech