કોડીનાર પંથકમાં આર્થિક લાભ માટે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી કુખ્યાત ગેંગની કમર તોડી નાખવા જુનાગઢ જિલ્લ ા પોલીસે કોંગ્રેસ અગ્રણી સંચાલીત ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ગેંગ સુત્રધાર સહિત ચારની ધરપકડ કરી છે. જયારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરી છે. પોલીસે હવે ગેંગ દ્રારા કયાં કયાં કેવા ગુના આચરાયા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરીને એકત્રીત કરાયેલી ધન દોલત સંપતિઓના અંકોળા મેળવવા કવાયત માટે આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ધી ગુજરાત કંટ્રોેલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટનો કાયદો સને ૨૦૧૫માં ગુજરાત રાયમાંં અમલમાં આવેલ છે જેનો ઉદેશ સંગઠીત ગુના આચરતી ટોળકીના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠીત થઈ ગુના આચરતી ટોળકીને નિયંત્રણ લેવા માટેનો છે જેે અનુસંધાને જુનાગઢ રેંજ આઈજીપી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લ ા અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ એ.સી.સિંધવ તથા ટીમે ગુ રાહે આવા ગુના આચરતી ટોળકી બાબતે ઈગુજકોપ દ્રારા માહિતી મેળવી ગીર સોમનાથ જિલ્લ ામાં છેલ્લ ા ઘણા વર્ષેાથી કોંગ્રેસના વિધાનસભાના એક સમયના ઉમેદવાર મહેશ જેઠાભાઈ મકવાણા ઉ.વ.૪૩ રહે. કોડીનારવાળો પોતાની ગુનાહીત પ્રવૃતિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ગુના આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ હોવાનું માલુમ પડતા મહેશ મકવાણા તથા તેની ટોળકીના અન્ય મળી ચાર સભ્યો હરેશ ચીકુભાઈ ઉર્ફે સીદીભાઈ દમણીયા ઉ.વ.૪૨ રહે. જીનપ્લોટ, રમેશ વિરાભાઈ ચુડાસમા ઉ.વ.૪૦ રહે. પણાંદર રોડ, મુનાફ ઉર્ફે મુનો નજીર નોહવી રહે. જીનપ્લોટ તથા રફીક ઉર્ફે ભુરો સુલેમાન સલોત રહે. નીલકમલ પાર્ક સામે ગુજસીટોક લગાવાઈ છે.
આરોપીઓ સામે ખંડણી ઉઘરાવવી, મારામારી, રાયોટીંગ, લુંટ, ખનીજ ચોરી, ફરજમાં રૂકાવટ સહિતના ગુના નોંધાઈ ચુકયા છે. ગુજસીટોક ગુનો નોંધાતા ચારની ધરપકડ કરાઈ છે. રફીકને દબોચવા ટીમ કામે લાગી ગઈ છે. ડીવાયએસપી એમ.એફ.ચૌધરી દ્રારા તપાસ ચલાવાઈ રહી છે.
એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા તથા એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એન.બી.ચૌહાણ તથા પીએસઆઈ એસ.સી.સિંધવ અને ટીમે ગુજસીટોક કોડીનારની કુખ્યાત ગેંગને જેલમાં ધકેલવાની કામગીરી કરી છે.
આરોપીઓ અને તેનો ગુનાહીત ઈતિહાસ
મહેશ જેઠાભાઈ મકવાણા સામે લુંટ, ધાડ, રાયોટ, ધમકી, ફરજ રૂકાવટના ૧૦ જેટલા ગુનાઓ કોડીનાર પોલીસ ચોપડે નોંધાયેલા છે. હરેશ ચીકુભાઈ ઉર્ફે સીદીભાઈ દમણીયા સામે ગીરગઢડા, કોડીનારમાં ચોરી, ખનીજ ખનન, ધમકી લુંટ જેવા ગુના નોંધાઈ ચુકયા છે. રમેશ વિરાભાઈ ચુડાસમા સામે પણ ફરજ રૂકાવટ, ધાડ, ધમકીના ગુના નોંધાઈ ચુકયા છે. મુનાફ ઉર્ફે મુન્નો નજીર નોહવી સામે પણ રાયોટ, મારામારી, ફરજ રૂકાવટના ગુના નોંધાઈ ચુકયા છે. રફીક ઉર્ફે ભુરો સુલેમાન સેલોેત સામે પણ મારામારી, ધમકી, લુૂંટ, રાયોટ સહિતના ગીર સોમનાથ પંથકમાં ગુનાઓ નોંધાયેલા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech