ગુજરાતના તબીબી શિક્ષકો દ્વારા તેમની પડતર માંગણીઓ બાબત આકરા પાણીએ: તા. 10 મે થી હડતાલ પર જવા ચિમકી

  • May 06, 2021 08:30 PM 

ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ સુધી સરકાર દ્વારા વ્યાજબી અને ન્યાયિક માંગણીઓનો ઉકેલ આવ્યો નથી. જેથી ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. દિપક રાવલ તથા સેક્રેટરી ડો. શ્વેતા ઉપાધ્યાયે સંયુકત રીતે પત્ર પાઠવીને રજુઆત કરી છે.

જો ટૂંક સમયમાં તેનું નિરાકરણ નહીં થાય તો ગુજરાતના તમામ તબીબી શિક્ષકો હડતાલ પાડશે તેવી ચિમકી આપી છે. તમામ એડહોક મેડિકલ ટીચર્સની સેવા વિનયમિત કરાવામાં આવે અને હાલમાં એડહોક સેવા બજાવતા તમામ તબીબી શિક્ષકો માટે તાત્કાલિક જીપીએસસી પરીક્ષાઓ કરવામાં આવે. જેમાં સરકારી કોલેજોની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રાથમિક્તા આપવામાં આવે. રેગ્યુલર મેડિકલ ટીચર્સની બાકી રહેલ સેવા વિનયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે. ર017 થી સાતમા પગાર પંચ મુજબ એનપીએ મંજુર કરવામાં આવે, સીએએસ અને ટીકું માટે ઈલીજીબલ મેડિકલ ટીચર્સને સીએએસ અને ટીકુંના ઓર્ડર આપવામાં આવે. સીએએસ સાથે નામાભિધાનની ર017 થી પડતર ફાઈલનો તુરંત આદેશ કરવામાં આવે. ત્રીજી ટીકું અને એચએજીના બાકી રહેલ ઓર્ડર કરવામાં આવે. પડતર બધી જ ડીપીએસના ઓર્ડર કરવામાં આવે. ગુજરાત રાજ્યમાં અન્ય ક્લાસ-1 અધિકારીની જેમ જ એક જ વખત ફીડર કેડરમાં જીપીએસસી લેવામાં આવે અને ત્યારપછી બધી જ જગ્યા ડીપીએસથી ભરવામાં આવે.

આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલ તમામ એડહોક કે જીપીએસસી સેવાઓને હાલની સેવા સાથે જોડવાની પોલિસી ફાઈલને તુરંત મંજુર કરવામાં આવે છે. ર017 માં સાતમા પગાર પંચ નવા એનપીએ અને પર્શનલ પે મંજુર કરવામાં આવે અને પગારની મહત્તમ મયર્દિા ર017 ના ઠરાવ મુજબ રૃા. ર,37,પ00 કરવામાં આવે. તબીબી શિક્ષણમાં બાકી રહેલ માત્ર એડહોક ટયુટરને 7 મા પગાર મુજબનો પગાર મંજુર કરવામાં આવે. બાકી રહેલ 1પ ટકા સિનિયર ટ્યુટર માટે ત્રીજું ટીકું અને 10 ટકા સિનિયર પ્રાધ્યાપકો માટે એચએજીના આદેશો તુરંત કરવામાં આવે. તમામ ડીપીએસના તુરંત આદેશો કરવામાં આવે. 10 વર્ષની નિયમિત સેવા પછી વિકલ્પ આપી પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગણીનો સત્વરે સ્વીકાર કરવા રજૂઆત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS