ધો.૧૦માં ગુજરાતીનું પેપર સરળ: વિધાર્થીઓને રાહત

  • March 11, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારભં થયો હતો. આજે સવારે ૧૦:૩૦ વાગ્યાથી ધો.૧૦ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારભં થયો હતો. રાજકોટ જિલ્લામાં વિધાર્થીઓને કુમ–કુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા.સમગ્ર રાજયમાં ધો.૧૦ના ૯ લાખ પરીક્ષાર્થીઓ તેમજ સૌરાષ્ટ્ર્ર–કચ્છના ૪.૭૬ લાખ પરીક્ષાર્થીઓ, રાજકોટ જિલ્લાના ૮૦ હજાર વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી. આજે ધો.૧૦નું ગુજરાતીનું પ્રથમ પેપર સહેલું નિકળતા વિધાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા, ધો.૧૦ના ગુજરાતીના પેપરમાં રાજકોટ જિલ્લાના કુલ ૩૬૫૮૭ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.૧૫૩૭ જેટલા વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.સમગ્ર રાજકોટ જિલ્લામાં શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી. વિધાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેમજ તંગદિલીભયુ વાતાવરણ ન સર્જાય તે માટે તત્રં દ્રારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ ૩૮૧૨૪ વિધાર્થીઓ નોધાયા હતા જેમાંથી ૩૬૫૮૭ વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૫૩૭ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજના પ્રથમ પેપર ગુજરાતીનું હતું. રાજકોટ જિલ્લામાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ગુજરાતીનું પેપર સરળ નિકળતા વિધાર્થીઓ આનંદિત થઈ ગયા હતા. ગુજરાતીના પ્રથમ પેપરમાં આપણા ઘડવૈયા બાંધવ આપણે, મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી વિષયક નિબધં પુછવામાં આવ્યા હતા.ઉપરાંત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમ વિષેનો અહેવાલ પૂછવામાં આવ્યો હતો.વિધાર્થીઓએ જણાવ્યું હતું કે, પેપર ખુબ જ સરળ હતું અને એમસીકયુમાં પણ પુરા માર્કસ લઈ શકાય તે પ્રમાણે એમસીકયુ પુછવામાં આવ્યા હતા. ગુજરાતીનું પેપર સહેલું નિકળતા વિધાર્થીઓ ઉત્સાહભેર બહાર નિકળ્યા હતા અને હવે આવતીકાલે એક દિવસ રજા ત્યારબાદ બુધવારે રોજ ધો.૧૦માં ગણિતનું પેપર રહેશે આજે બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મુળતત્વો અને વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિક શાક્રનું પેપર લેવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application