ગુજરાતી ફિલ્મ જગતના અભિનેતા મલ્હાર ઠાકરને મળી ધમકી, હકીકત કે પછી પબ્લિસિટી સ્ટંટ ?

  • March 04, 2021 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી ફિલ્મ જગતના અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેની ચર્ચાએ જોર પકડ્યું  છે. જે અંગે લોકો નેગેટિવ અને પોઝિટિવ બંને રીતે કોમેન્ટ કરી રહ્યા છે. તો ઘણા લોકો તેને પબ્લીસીટી સ્ટંટ માની રહ્યા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે કોઈને સમય નથી તમને ટ્રોલ કરવાનો જૂનો આર્ટિકલ ફેરવીને ટ્રોલ કોણ કરે? આ મામલે મલ્હાર ઠાકરે પોતાનો પક્ષ સાચો છે એ કહેવા સોશિયલ મીડિયાના માધ્યમને પસંદ કર્યું છે. ફેસબુક પોસ્ટમાં મલ્હારે લોકોને વિનંતી કરી છે કે ઇન્ટરવ્યૂની કોમેન્ટને બીજા અર્થમાં ન લો. હું અમદાવાદને અન્ય લોકોની જેમ જ પ્રેમ કરુ છું. આ સાથે જ તેણે વધુમાં લખ્યું કે, અમદાવાદને અમદાવાદ કે કર્ણાવતી કહીએ, ભાવના એ જ રહેશે.

વર્ષ 2018માં એક જાણીતા અંગ્રેજી અખબારમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બદલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. જેમાં મલ્હાર દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે તે અમદાવાદ નામથી ખુશ છે અને ઘણા લોકો વિદેશમાં રહે તો અમદાવાદી કહેવાય છે. તેને લઇને તેને કોઈ વિરોધ નથી જે બાદ 2018નો તેનો આર્ટિકલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં મલ્હાર કેમ અમદાવાદનું નામ કર્ણાવતી નહીં કરવા અંગે પોતાનો મત આવો આપે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS