જાણિતા ટીવી, બોલિવૂડ અને ગુજરાતી અભિનેતા ટીકુ તલસાણિયાની અચાનક તબીયત લથડી છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અભિનેતાની તબિયત સારી ન હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાય છે, પરંતુ ડોક્ટરો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટીકુ તલસાણિયા વિશેના આ સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક છે. ટીકુ ૭૦ વર્ષના છે. તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક વરિષ્ઠ અભિનેતા છે. આવી સ્થિતિમાં તેમના ચાહકો અભિનેતા જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
અભિનેતા ટીકુ તલસાનિયાનો જન્મ ૧૯૫૪માં થયો હતો. તેમણે ૧૯૮૪માં લોકપ્રિય શો 'યે જો હૈ જિંદગી'થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ૧૯૮૬માં તેમણે 'પ્યાર કે દો પલ' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ટીકુ તલસાણિયાએ વિવિધ પાત્રો ભજવ્યા છે, તેઓ તેમના કોમેડી રોલ માટે જાણીતા છે. તેમની કોમેડી શૈલી અને સમય બંને અદ્ભુત રહ્યા છે. તેમની ડાયલોગ ડિલિવરી દર્શકોને હસાવવા મજબૂર કરી દે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાળા પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલા વ્યવસ્થાપન કમિટીઓની રચના પુરી કરવાનો આદેશ
June 07, 2025 10:36 AMઆતંકી સંગઠન જૈશના મુખ્યાલય પર લાગ્યું પર્મેનન્ટ કલોઝડનું ટેગ
June 07, 2025 10:20 AM45 વર્ષ બાદ મંદ પડી નર્કના દરવાજાની આગ : વૈજ્ઞાનિકોની ભૂલને કારણે શરૂ થઈ હતી જ્વાળા
June 07, 2025 10:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech