વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા

  • September 18, 2023 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાથમિકથી ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ થકી ભારતનું ભાવી આગળ ધપ્યું   
રાજ્યની શાળાઓમાં ડ્રોપઆઉટ દર ઘટે અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના કારણે  રાજ્યનો ડ્રોપઆઉટ રેટ 37 ટકાથી ઘટી 2 ટકા જેટલો ઓછો થયો છે. અને ગ્રામ્ય કક્ષાએ પણ શિક્ષણની મહત્વતા સમજાઈ છે.   હાયરએજ્યુકેશન માટે રાજ્યમાં 14 થી વધીને 108 જેટલી સ્પેશિયલાઇઝ્ડ યુનિવર્સીટીઓ શરૂ થઈ છે. જયારે  કોલેજોની સંખ્યા જે બે દાયકા પહેલા 685 હતી તે આજે વર્ષ 2023માં વધીને 2848 થઈ છે. રાજ્યમાં એન્જિનિયરિંગ, પોલિટેક્નિક અને અન્ય પ્રોફેશનલ કોલેજોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.

નર્મદા અને જળસંચયથી છેવાડાના ગામ સુધી પહોંચ્યું પાણી
વડા પ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનું કામ પૂર ઝડપે શરૂ કરાવ્યું હતું અને જરૂર પડી ત્યારે  ઉપવાસ આંદોલન કયર્િ હતા નરેન્દ્રભાઈએ ગુજરાતમાં જળસંચય અને જળસિંચનને જન આંદોલન બનાવી ગામે ગામે ચેકડેમ અને બોરીબંધ બન્યા અને સિંચાઈની સુવિધા વધી જેના કારણે 69,000 કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કનું નિમર્ણિ થયું.  નરેન્દ્રભાઈના શાસનકાળમાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું જ્યાં ગેસગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીક ગ્રીડ છે.આજે ગુજરાતના છેવાડાના વિસ્તારમાં પણ નર્મદાનું પાણી પહોંચ્યું છે,  ઉત્તર ગુજરાત માટે ખાસ સુજલામ સુફલામ, સૌરાષ્ટ્ર માટે ખાસ સૌની યોજના અને કચ્છ બ્રાંચ કેનાલ દ્વારા રાજ્યના ગામે ગામ પાણી પહોંચાડ્યું

દેશમાં રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત આજે અગ્રેસર
નરેન્દ્રભાઈએ શરૂ કરેલી જ્યોતિગ્રામ યોજના ગુજરાત માટે ગેમ ચેન્જર બની અને ગુજરાત વિજળી સરપ્લસ રાજ્ય બન્યું. ગુજરાત આજે દેશમાં રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર છે, તેના પાયામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ સોલાર અને વિન્ડ પાર્ક છે. ગુજરાતનાચારણકામાં દેશનો સૌથી પહેલો સોલાર પાર્ક બન્યો હતો. આજે સોલાર રૂફટોપ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. તેમના પ્રયાસોને કારણે બે દાયકા પહેલા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન 99 મેગાવોટ હતું, જે આજે વર્ષ 2023માં 21, 504 મેગાવોટ સુધી પહોંચ્યું છે, જ્યારે 20 વર્ષ પહેલા પરંપરાગત વીજ ઉત્પાદન જે 8750 મેગાવોટ હતું તે આજે વર્ષ 2023 માં 45,026 મેગાવોટ સુધી પહોંચ્યું છે.

સારી ઉપજ અને કૃષિ યોજનાઓથી ગુજરાતનો કૃષિ વિકાસ વધ્યો
 રાજ્યના ખેડૂતોને ઘર આંગણે જ ખેતી વિષયક માહિતીની સાથે ખેડૂત લક્ષી યોજનાઓનો લાભ મળી રહે અને પશુઓમાં થતા રોગની પણ સારવાર સ્થળ પર મળી રહે માટે નરેન્દ્રભાઈએ શરૂ કરેલા કૃષિ મહોત્સવ અને પશુઆરોગ્ય મેળાઓ રાજ્યના ખેડૂતો માટે આશીવર્દિ રૂપ બન્યા. સોઇલ હેલ્થકાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુઆરોગ્ય મેળા જેવા કૃષિહિતકારી આયામો તેમની જ ભેટ છે. છેલ્લા 20 વર્ષોમાં રાજ્યમાં 76,600 પશુમેળાઓ આયોજિત કરવામાં આવ્યા છે, જે અંતર્ગત કુલ 3.10 કરોડથી વધુ પશુઓને નિ:શુલ્ક સારવાર મળી છે અને કુલ 3.74 કરોડથી વધુ પશુઓનું રસીકરણ થયું છે.  છેલ્લા 20 વર્ષોમાં દૂધ ઉત્પાદન 60.89 લાખ મેટ્રિક ટનથી વધીને આજે 167.22 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. ઝીરો ટકા વ્યાજે લોન સહાય, ટેકાના ભાવે વિક્રમજનક ખરીદી, આફતના સમયે ઉદાર પેકેજ આપીને તેમણે ખેડૂતોની પડખે સતત ઊભા રહી ખેડૂત હિતકારી સરકારની અનુભૂતિ કરાવી છે. રાજ્યમાં બે દાયકા પહેલા ધાન્ય પાકનું ઉત્પાદન 23.48 લાખ મેટ્રિક ટન હતું, જે આજે વર્ષ 2023માં વધીને 87.21 લાખ મેટ્રિક ટન પહોંચ્યું છે. બાગાયતી પાકનું ઉત્પાદન 62.01 લાખ મેટ્રિક ટન હતું, જે આજે વર્ષ 2023માં વધીને 264.44 લાખ મેટ્રિક ટન પહોંચ્યું છે.

સ્કિલ ડેવલોપમેન્ટથી યુવાનોની ઉંચી ઉડાન
નરેન્દ્રભાઈએ યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટની શરૂઆત કરી અને આઇ.ટી.આઇ.ને ઉદ્યોગો સાથે જોડી નીડ બેઝ માનવબળ તૈયાર થવાનું શરૂ થયું. રાજ્યના યુવાનો માટે રાજ્યમાં અદ્યતન યુનિવર્સીટીઓ શરૂ કરી. ખેલ મહાકુંભના પરિણામે આજે ગુજરાતના યુવાનો ઓલમ્પીક સુધી પહોંચ્યા છે. મેડીકલની સિટો 1375થી વધીને 6800 જેટલી થઈ છે. રાજ્યમાં મેડીકલ કોલેજો 18 થી વધીને 39 થઈ છે. નવી 503 જેટલી પ્રોફેશનલ કોલેજો શરૂ થઈ છે.

પ્રવાસનની સાથે થયો ઉદ્યોગોનો પણ વિકાસ
રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, માધવપુર બીચ, સાસણ સિંહ સફારી જેવા આયામો શરૂ કરીને ગુજરાતને પ્રવાસન ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બનાવ્યું. વાયબ્રંટ ગુજરાત સમિટ દ્વારા ગુજરાતના ઉદ્યોગોને વિશ્વ સાથે જોડ્યું છે. આજે ગુજરાત ડાયમંડ પ્રોસેસીંગ, ઓટોમોબાઇલ અને ઓટોકમ્પોનન્ટ, જેમ્સ અને જ્વેલરી, ફમર્સ્યિુટીકલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ, સિરામિક, ડેરીઅને ડેરી ઉત્પાદનો જેવા ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર બન્યું છે. રાજ્યમાં એમએસએમઇ 2.74 થી વધીને 11 લાખ પહોંચી છે.  દેશના જી.ડી.પી. માં ગુજરાતનું યોગદાન 8 ટકા જેટલું છે.

આયુષ્માન ભારત-PMJAY-MA યોજના બનાવી  લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી
રાજ્યના નાગરિકોને આરોગ્ય સુરક્ષા  માટે નરેન્દ્રભાઈએ મા અને મા-વાત્સલ્ય યોજના રાજ્યમાં શરૂ કરાવી અને જેમ જેમ સમય જતો રંગ્યો મોંઘવારી વધતી ગઈ એમ યોજનાની રકમ પણ વધારી આ યોજના ઙખઉંઅઢ-ખઅ યોજના બની તેમાં પાંચ અને હાલમાં જ તેમાં પણ વધારો કરી આજે 10 લાખ સુધીની આરોગ્ય સહાય જાહેર કરવામાં આવી જેના થકી  લોકોને 10 લાખ સુધીની ખાનગી - સરકારી હોસ્પિટલમાં સારવાર ની શુલ્ક ઉપલબ્ધ બની છે . આ ઉપરાંત તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં જવા માટે  108 એમ્બ્યુલન્સ આજે જીવનદાયીની બની છે. શાળાઓમાં જ બાળકોના આરોગ્યની તપાસણી થાય અને જો કોઈ ગંભીર રોગ જણાય તો તેની સારવાર થઇ શકે માટે વર્ષે 1 કરોડથી વધુ બાળકોની શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય તપાસણી કરવામાં આવે છે.  કિડની-કેન્સરની સારવાર નજીકના જ શહેરમાં મળી રહે માટે આજે દરેક તાલુકામાં ડાયાલિસીસ સેન્ટર અને દરેક જિલ્લામાં કીમો થેરેપી સેન્ટર કાર્યરત છે.

શહેરી વિસ્તારના લોકોની સાથે વંચિતોનો પણ કર્યો વિકાસ
નરેન્દ્રભાઈ માટે દેશના દરેક જ્ઞાતિ, જાતિના નાગરિકો એક સમાન છે માત્ર શહેરો અને ગ્રામ્ય વિસ્તારના લોકોનો  વિકાસ થાય તેની સાથે સાથે શિક્ષણ, ખેતી સહિતની બાબતે પાછળ રહેલા આદિવાસી સમૂદાય માટે 1.5 લાખ કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી, આ યોજનાના સફળ અમલીકરણને કારણે અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના વનબાંધવોનું જીવન બદલાયું. આવાસ, શિક્ષણ, આરોગ્ય, પાણી, સડક વિજળી જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત વન બાંધવોને આ તમામ સુવિધાઓ આજે મળી રહી છે. આજે ગુજરાતમાં આદિવાસીઓને જંગલ-જમીનના હકો મળ્યા છે, આદિવાસી યુવાનોને તાલીમ અને રોજગાર મળી રહ્યો છે.  આદિવાસી બાળકોને દૂધ સંજીવની યોજનાથી પોષણ મળી રહ્યું છે. આદિવાસી વિસ્તારોની શાળાઓમાં સ્માર્ટ બોર્ડથી શિક્ષણની સુવિધા મળી રહી છે તેમજ શાળા-કોલેજો અને છાત્રાલયોની સંખ્યામાં વધારો થયો છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરીયાત મંદો સુધી સીધો લાભ પહોંચતો થયો.

મહિલા સશક્તિકરણની શઆત સ્વાસ્થ્યથી આત્મનિર્ભર સુધી બની
નરેન્દ્રભાઈનો મુખ્યમંત્રીકાળ ગુજરાતની મહિલાઓ માટેનો સુવર્ણ કાળ બન્યો. તેમણે મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા એમ ત્રિવિધ ક્ષેત્રો મહિલા સશક્તિકરણનો અભિગમ અપ્નાવ્યો, આજે રાજ્યમાં દર વર્ષે 33 લાખથી વધુ સગભર્િ અને ધાત્રી માતાઓ, બાળકો તેમજ કિશોરીઓને ટેક હોમ રાશન દ્વારા પૂરક પોષણ મળે છે, રાજ્યની કિશોરીઓને પૂણર્િ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલોમાં સગભર્િ મહિલાઓની પ્રસૂતિની ટકાવારી 99.5% પર પહોંચી છે. ગુજરાતમાં માતા તેમજ બાળમૃત્યુ દરમાં ધરખમ ઘટાડો થયો છે. સગભર્િ અને ધાત્રી માતાઓને તેમના ઘરે પોષણ યુક્ત આહાર પહોંચાડવાની શરૂઆત થઈ

શહેરો અને ગામડાંઓનો વિકાસ
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજન દ્વારા રાજ્યમાં શહેરીકરણ અને શહેરી વિકાસને વેગ મળ્યો, રાજ્યમાં સફળતા પૂર્વક બી.આર.ટી.એસ. નું અમલીકરણ કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું. રાજ્યના તમામ ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડ્યાં . રૂર્બન પ્રોજેક્ટ દ્વારા ગામડામાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ દ્વારા ગામડામાં રેકોર્ડનું કોમ્પ્યુટરરાઝેશન કર્યું

વડાપ્રધાન તરીકે ગુજરાતને આપેલી મહત્વની ભેટ
- વડાપ્રધાન બન્યાંના બે જ અઠવાડિયામાં નર્મદા ડેમને પૂર્ણ ઉંચાઈ સુધી લઈ જવાની મંજૂરી આપી.
- દેશની પહેલી બુલેટ ટ્રેન ગુજરાતને મળી છે. જેનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.
- સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપ્ના
- રાજકોટ ખાતે પહેલું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કાર્યરત
- ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો
- રાજ્યની પહેલી એમ્સ રાજકોટ ખાતે કાર્યરત
- કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનજીર્ પાર્કની ભેટ
- લાઇટ હાઉસ પ્રોજેક્ટ અન્વયે રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે
- સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી
- જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન
- ગુજરાતને મળી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
- સીટીમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટરનો શિલાન્યાસ
- સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ
- તારંગા હિલ-અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી
- રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ
- દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ
- ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની ભેટ
- ભારત સરકારની ભારતમાલા પરિયોજના હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિમર્ણિ કરવામાં આવી રહ્યું છે.
- ગુજરાતમાં પહેલી વાર યોજાયી નેશનલ ગેમ્સ
- ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં 17 બેઠકોનું આયોજન:
- સ્માર્ટ સિટી મિશન હેઠળ અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી
- નવસારીના વાંસી-બોરસીમાં અદ્યતન સુવિધા સાથે ટેક્સટાઇલ પાર્કનું નિમર્ણિ કરવાનું આયોજન
- ભુજ ખાતે સ્મૃતિવન સ્મારકનું નિમર્ણિ અને અંજાર ખારે વીર બાળ સ્મારકનું નિમર્ણિ
- ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ
- સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટઓવર બ્રિજનું નિમર્ણિ
- ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દશર્વિવા માટે રૂ.3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે,
- અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસકાર્યો
- એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે, જૂનાગઢ
- એસ્ટોલ પ્રોજેક્ટ દ્વારા વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણી પહોંચાડ્યું.
- વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે.
- અમદાવાદ ખાતે ઈસરોના ઈન-સ્પેસ સેન્ટરની શરૂઆત.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application