ફિલ્મનું ટીઝર રીલીઝ: 22 વર્ષો બાદ ગોધરા કાંડ પર બની રહી છે ફિલ્મ
કાશ્મીર, કેરળ બાદ હવે ગુજરાતની ધરતી પર બનેલી સત્ય ઘટના પર ફિલ્મ બની રહી છે અને તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુજરાત રમખાણોમાં કેવી રીતે સળગ્યું હતું તે બતાવશે.
ગોધરા હત્યાકાંડ બાદ સળગેલા ગુજરાત રમખાણોને યાદ કરીને આજે પણ ગુજરાતીઓના શરીરમાંથી લખલખુ પસાર થઈ જાય છે. આ હત્યાકાંડ એટલો ભયાનક હતો કે, આજે પણ લોકો ભૂલ્યા નથી. તેના બાદ ફાટી નીકળેલા રમખાણોએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યા હતા. આ ઘટનાઓ પર અત્યાર સુધી અનેક ડોક્યુમેન્ટરી બની છે. પરંતુ હવે 22 વર્ષ બાદ તેના પર ફિલ્મ બની છે. એક્સિડન્ટ ઓર કોન્સ્પરન્સી ગોધરા ફિલ્મનું ટીચર આજે રિલીઝ થયું છે.
ગુજરાતની આ દુખદ ઘટનાના પીડિતોની કહાનીને મોટા પડદા પર 1 માર્ચ, 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રણબીર શૌરી, પંકજ જોશી જેવા પ્રતિભાશાળી કલાકાર છે. એક્સિડન્ટ ઓર કોન્સ્પરન્સી ગોધરા ફિલ્મ પીડિતોની કોર્ટમાં લડાઈને બતાવે છે.
ફિલ્મમાં રણવીર શૌરીએ એક વકીલનું પાત્ર ભજવ્યું છે. જે ગોધરા ટ્રેન અગ્નિકાંડના પીડિતો તરફથી લડતા બતાવાયા છે. ફિલ્મને એમકે શિવાક્ષે ડાયરેક્ટર કરી છે. ફિલ્મની કહાની વર્ષ 2002 27 ફેબ્રુઆરીના રોજની છે, જેમાં ગોધરાથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવાઈ હતી, અને 59 લોકોના મોત નિપજ્યા હતા. આ દર્દનાક ઘટનાને ગુજરાત રમખાણો તરીકે ઓળખાય છે.
ફિલ્મનું ટીઝર પહેલા આવી ગયુ હતુ, પરંતુ ધ કેરળ સ્ટોરીને કારણે તેની ચર્ચા વધારે થઈ ન હતી. હવે સોશિયલ મીડિયા પર લોકો આ ટીચરને બહુ પસંદ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, સત્ય ઘટનાઓ પર જરૂરથી ફિલ્મો બનવી જોઈએ. ખુશી છે કે બોલિવુડમાં હવે આવી ઘટનાઓ પર ફિલ્મો બની રહી છે. લોકોને તમામ માહિતી હોવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech