ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. આગામી રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે ઘઉંના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને તેમના ઉત્પાદનના રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલના દરે ખરીદી કરવામાં આવશે.
વિગતવાર વાત કરીએ તો ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે રૂ.2,425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તા. 01 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે.
નોંધણી માટે આ ડોક્યુમેન્ટ જરૂરી
- આધાર કાર્ડની નકલ
- અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ
- ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો
- ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ)
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તા. 01 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી? ભાજપે અનેક કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
December 19, 2024 10:53 PMસૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવનો કહેર, પવનની દિશા બદલાશે, ઠંડીનો પારો ગગડશે
December 19, 2024 10:45 PMઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech