ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફિની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કર્યો, જાણો ઇમ્પેક્ટ ફિ શું છે?

  • December 16, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફિની મદ્દતમાં ફરી 6 મહિનાનો વધારો કર્યો છે. અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફિની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



ઇમ્પેક્ટ ફી શું છે?
કોઈપણ શહેરમાં જે ઠેકાણે રહેણાંક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઈ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે. જો કે, આ બાંધકામ જાહેર સ્થળ કે માર્ગને અડીને આવેલું હોવું ન જોઈએ. આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફીનું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તા તંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.


ઇમ્પેક્ટ ફી ભરવા આવતી વખતે ક્યાં ક્યાં પૂરાવા જોઈએ?

સાત બારનો ઉતારો અથવા પ્રોપર્ટી કાર્ડની નકલ
બે વર્ષ થઈ ગયાં હોય તો પાવર ઓફ એટર્ની આપનારની સંમતિ
મિલકતનો કબજો ધરાવતા હોય તેના માટે ટેક્સ ભર્યાની પહોંચ
ટેક્સ બિલ ન મળે તો રેશનિંગ કાર્ડ, ટેલિફોન બિલ, ઇલેક્શન કાર્ડ
માલિકી હક્ક પોતાના નામે ન હોય તેવા કિસ્સામાં ટેક્સબિલ વગેરે
ટીપી સ્કીમના સ્ટેટસ અંગે ટીપી ખાતાના પ્લાન, અભિપ્રાય વગેરે
ટીપી સ્કીમ ન બની હોય તેમાં પણ ટીપી ખાતાના પ્લાન, અભિપ્રાય
ગામતળ-કોટ વિસ્તારમાં ટીપી મુજબનો પાર્ટ પ્લાન, ઝોનિંગ સર્ટિ‌., રિડીપીનો અભિપ્રાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application