સ્ટાર્ટઅપ અને એમ.એસ.એમ.ઇ. માટે ગુજરાતના પ્રથમ હેલ્પ ડેસ્ક રાજકોટમાં શરૂ

  • August 19, 2023 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્ટાર્ટઅપ અને એમએસએમઇ માટે ગુજરાતના પ્રથમ હેલ્પ ડેસ્કનો રાજકોટમાં પ્રારભં થયો છે. રાજકોટ ખાતે આજથી આઈ સી એ આઈ દ્રારા નેશનલ સ્ટાર્ટઅપ સમિટ આજથી બે દિવસ માટે શ થઈ છે. આ બિઝનેસ સમીટ માં પ્રોગ્રામ ચેરમેન ધીરજકુમાર ખંડેરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા છે.

સમીટ દરમિયાન ધીરજકુમાર ખંડેરવાલ અને રાજકોટ ના ચેરમેન સંજય લાખાણી એ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ નો કોન્સેપ્ટ મોદી સરકાર દ્રારા શ કરવામાં આવ્યો છે અને તેમના આ વિઝનમાં હવે સી.એ. પ્રોફેશનલ પણ જોડાશે.

તેમને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ્સને લઈને જે ડ્રીમ પ્રોજેકટ છે તેવી જ રીતે આઈસીએઆઈ દ્રારા આ સ્ટાર્ટ અપને વેગ આપવા માટે પ્રથમ વખત રાજકોટ ખાતે નેશનલ સ્ટાર્ટઅપ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી સકસેસ થયેલા સ્ટાર્ટ અપના પ્રણેતા,સી.એ., દિલ્હી મુંબઈ, ગુડગાંવ અને રાયમાંથી ટોચના ઇન્વેસ્ટરો પણ આજે ઉપસ્થિત રહ્યા છે.
આઈ સી એઆઈ દ્રારા દેશભરમાં પ્રથમ વખત નેશનલ સ્ટાર્ટ અપ કોન્ફરન્સ બાદ હવે ૧૬૮ બ્રાન્ચમાં આ પ્રકારની કોન્ફરન્સ યોજાશે જેના લીધે એન્ટરપ્રિન્યોરશિપ ને કઈ રીતે આગળ વધારવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે આ ઉપરાંત સ્ટાર્ટઅપમાં ઝંપલાવવા માંગતા યુવાનોને સરકાર તરફથી કઈ રીતે સબસીડી મળે.? કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ કરવું..? વિવિધ માહિતીઓ માટે રાજકોટમાં આજથી હેલ્પ ડેસ્ક શ કરી દેવામાં આવ્યું છે.

સ્ટાર્ટઅપમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભૂમિકા કઈ રીતે તે વિશે તેમને જવાબ આપતા કહ્યું હતું કે, નવા સ્ટાર્ટઅપ વખતે ફાઈનાન્સ મહત્વપૂર્ણ રહે છે ત્યારે તેમાં સી.એ.નું ૭૦% અને ૩૦ ટકા ટેકનોલોજી કામ કરતી હોય છે. આ બે દિવસની કોન્ફરન્સ દરમિયાન ૧૦૦ કરોડનો રોકાણ સ્ટાર્ટઅપ પર થાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી હતી.

આઈ.સી.એ.આઈ. સ્ટાર્ટઅપ ગેટવે ઉધોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે અને તેના દ્રારા જાહેર ઉપયોગ માટે જ્ઞાનના વ્યવહારિક ઉપયોગની સુવિધા આપે છે. આઈ.સી.એ.આઈ. નો ઉદ્દેશ્ય નવીનતા અને ઉધોગસાહસિકતાને ચલાવતા શ્રેતાના વિવિધ સ્ટ્રેન્ડનું સંકલન, સુમેળ અને લાભ લેવાનો છે અને સમાજને લાભ થાય તેવા વિચારો અને શોધની રચનાને સરળ બનાવવાની ઇચ્છા ધરાવે છે. એકાઉન્ટિંગ વ્યવસાયની ઐંડી પહોંચ છે અને તે એમએસએમઈ ક્ષેત્ર સાથે જોડાય છે કારણ કે એસએમપીએસ એ એમએસએમઈના વિશ્વસનીય નાણાકીય સલાહકાર છે જે પ્રોજેકટ ફાઇનાન્સિંગ, કાર્યકારી મૂડી વ્યવસ્થાપન, સંપત્તિ વ્યવસ્થાપન, નિકાસ પ્રમોશન સલાહ, બજેટરી આગાહી, નાણાકીય મોડેલિંગ, ધોરણ તૈયાર કરવા સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડે છે.
 ઓપરેટિંગ પ્રક્રિયાઓ, નિયમિત એકાઉન્ટિંગ, આડિટિંગ અને કરવેરા સેવાઓ ઉપરાંત આંતરિક નિયંત્રણોની ડિઝાઇન અને કાર્યકારી અસરકારકતાનું મૂલ્યાંકન. કદાચ આ જ કારણસર, વ્યવસાય ક્ષેત્રના ધબકારને સમજે છે અને ભારતમાં સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે સક્ષમ ઇકોસિસ્ટમ પ્રદાન કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application