અત્યારસુધી આપણે રૂપિયા, વોટર એટીએમ જોયા છે. પરંતુ ગુજરાતમાં હવે ગોલ્ડ એટીએમ કાર્યરત થયું છે. જેમાં લોકો 24 કલાક સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકાશે. ગોલ્ડ એટીએમની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતામાં પ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ એટીએમની વિશેષતા શું છે તે અમે તમને આગળ જણાવીએ છીએ...
બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીન ની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા તેવી જ રીતે હવે સુરતમાં ગોલ્ડ એટીએમ થકી 24 કલાક ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદી ખરીદી શકાશે. ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્જેકશનથી સોનુ અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે.
ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી ખરીદી સરળતાથી કરી શકાશે
ડી ખુશાલ દાસ જ્વેલર્સના માલિક દિપક ચોકસીએ જણાવ્યું કે મારા પિતાનું સપનું હતું કે લોકો ખૂબ સરળતાથી સોના અને ચાંદી ખરીદી શકે. ઘણી વખત લોકો વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ તરીકે આપતા હોય છે. પરંતુ, ક્યારે રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકતા નથી હોતા. પરંતુ હવે આ મર્યાદા પણ દૂર થઈ જશે. કારણ કે અમે જે પ્રકારે એટીએમ ગોઠવી રહ્યા છીએ તેને કારણે 24 કલાકમાં વ્યક્તિ પોતાની રીતે સોનુ અને ચાંદી ખરીદી શકશે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે.
કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં
ગોલ્ડસિક્કાના ચીફ ગવર્નન્સ ઓફિસર પ્રતાપભાઈએ જણાવ્યું કે, અમે હૈદરાબાદમાં સૌથી પહેલું ગોલ્ડ એટીએમ મશીન મૂક્યું છે. આ મશીનમાં એક ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીના અલગ અલગ સોનાની ખરીદી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી પહેલી વખત સુરતમાં અમે આવ્યા છીએ. આ મશીનનું વજન 600 કિલો જેટલું છે, એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ જ્યારે પણ ભાવમાં ફેરફાર થાય છે તેનું સીધું એટીએમની સ્ક્રીન ઉપર દેખાશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં. અમે અદાણીના તમામ દેશના એરપોર્ટ ઉપર આ ગોલ્ડ એટીએમ મશીન તેમજ અન્ય એરપોર્ટ ઉપર પણ મશીન ગોઠવવા માટેનું આયોજન કરી રહ્યા છીએ. દેશના તિરુપત્તિ બાલાજી તેમજ અન્ય જે મોટા મંદિરો છે તેમાં પણ આ અમે લોકો મશીન મુકવા જઈ રહ્યા છે.
હવે દરરોજ 100 રૂપિયાનું સોનું પણ ખરીદી શકાશે!
ડિજિટલ ગોલ્ડ એપ બનાવી છે. જેમાં તમે ગમે તેટલી રકમમાં ખરીદી શકશો. રોજ તમે 100નું પણ ગોલ્ડ લઈ શકો છો. એ ગોલ્ડ એટીએમ એક ગ્રામ સુધી ભેગા થયા બાદ તમે એની જોડે પણ અમારી પાસેથી ખરીદી શકો છો. અને તમારા વોલેટમાં પણ તમે એ સોનુ રાખવા માંગતા હોવ તો એક આખો ડેટા તમારી પાસે રહેશે. ડી ખુશાલદાસ જ્વેલર્સ એપ શરૂ કરવામાં આવી રહી છે. આ એપ થકી જ તમે ખૂબ ઓછામાં ઓછા રૂપિયાથી પણ ખરીદી શકાશે. તમારા બજેટ પ્રમાણે નાનામાં નાની રકમથી પણ તમે ખરીદી કરી શકશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech