ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટવાથી ગુજરાતના ખેડૂતોને ફાયદો

  • February 19, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબધં હટાવી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓની સમિતિની બેઠકમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબધં દૂર કરવાનો અને ડુંગળીની નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબધં મૂકયો હતો. તે સમયે ડુંગળીનો ભાવ ૧૦૦ પિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. આ પ્રતિબધં ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લાદવામાં આવ્યો હતો, પરંતુ સરકારે તે પહેલા જ તેને હટાવી દીધો છે.હાલ ૫૦ હજાર ટન ડુંગળી બાંગ્લાદેશ મોકલાશે.
ગુજરાત અને મહારાષ્ટ્ર્રમાં આ વર્ષે ડુંગળીની સારી ઉપજ હતી, પરંતુ નિકાસ પરના પ્રતિબંધને કારણે ખેડૂતોને સારા ભાવ ન મળતાં તે પ્રતિબધં હટાવવાની માંગણી કરી રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ સરકાર સમક્ષ આ માંગણી મૂકી. તેઓ ડુંગળીના ઉત્પાદન, તેની કિંમત, દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને ખેડૂતોની માંગને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રીને મળ્યા હતા.

તેને જોતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મામલે મંત્રીઓની સમિતિની બેઠક બોલાવી અને પ્રતિબધં હટાવી લીધો.
વર્ષ ૨૦૨૦માં પ્રથમ વખત ગુજરાતમાંથી ટ્રેન દ્રારા ડુંગળી બાંગ્લાદેશ મોકલવામાં આવી હતી. રાજકોટ જીલ્લાના ધોરાજી સ્થિત રેલ્વે સ્ટેશન પરથી પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી મોકલવામાં આવી હતી. હવે નિકાસ પર મુકિત મળતા ધોરાજી, ઉપલેટા અને ગોંડલ વિસ્તારના ડુંગળીના ખેડૂતો અને વેપારીઓને ઘણો ફાયદો થશે. ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના રેલવે સ્ટેશનનું અંતર લગભગ અઢી હજાર કિલોમીટર છે.

ગુજરાત સહિત દેશભરના ડુંગળીના ખેડૂતોને ફાયદો
મંત્રીઓની સમિતિની બેઠકમાં દેશમાંથી ત્રણ લાખ મેટિ્રક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી પડોશી દેશ બાંગ્લાદેશને ૫૦ હજાર ટન ડુંગળી મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતો સહિત દેશભરના ડુંગળીના ખેડૂતોને ફાયદો થશે.

ગુજરાતના ૯૫ ટકા ખેડૂતોએ ડુંગળી વેચી નાખી
ખેડૂત નેતા ભરતસિંહ વાળાએ કહ્યું કે નિકાસ પર પ્રતિબધં મૂકવાની જર નથી. હવે જો તેને ૬૯ દિવસ પછી હટાવી દેવામાં આવે તો તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય. ગુજરાતના ૯૫ ટકા ખેડૂતોએ તેમની ડુંગળી વેચી દીધી છે. કમનસીબે, ૭ ડિસેમ્બરે નિકાસ પર પ્રતિબધં મૂકયો તે પહેલાં, ખેડૂતોને વીસ કિલોના . ૮૦૦ મળતા હતા. ૮ ડિસેમ્બરે પ્રતિબધં પછી, ૧૦ ડિસેમ્બરે તે ઘટીને ૨૦૦ પિયા થઈ ગયો. હવે ખેડૂતો કરતાં વધુ સ્ટોક કરનારા વેપારીઓને તેનો ફાયદો થશે.


રાજકોટ સહિત ગુજરાતમાં ખેડૂતોએ કયુ હતું વિરોધ પ્રદર્શન

ડિસેમ્બર મહિનામાં ડુંગળીની નિકાસ પર પ્રતિબધં અને વાજબી ભાવ ન મળવાના વિરોધમાં ખેડૂતોએ ગુજરાતમાં પ્રદર્શન કરીને રસ્તા રોકયા હતા. રાજકોટ જીલ્લાના ગોંડલ અને ભાવનગર જીલ્લાના મહત્પવામાં નેશનલ હાઈવે બ્લોક કરીને ખેડૂતોએ રાજકોટ–ગોંડલ હાઈવે પર ડુંગળી ફેંકીને વિરોધ કર્યેા હતો. ખેડુતોએ જણાવ્યું હતું કે તેઓને ડુંગળીના ૨૦ ટકા પણ ભાવ ન મળતા ગોંડલ, મહત્પવા જેવા યાર્ડેામાં ખેડૂતોએ ડુંગળીની હરાજી અટકાવી દીધી હતી


વેપારીઓને ફાયદો થાય તેવો નિર્ણય
ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ કહ્યું કે હવે નિકાસ પરનો પ્રતિબધં હટાવવાથી ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને ફાયદો થશે. આ એક એવો નિર્ણય છે જેનાથી વેપારીઓને ફાયદો થશે. મોટાભાગના ખેડૂતોએ તેમનો પાક વેચી દીધો છે. સંઘના રાષ્ટ્ર્રીય ઉપાધ્યક્ષ અંબુભાઈ પટેલે જણાવ્યું હતું કે સઘં શઆતથી ખેડૂતોને સારા ભાવ આપવાના પક્ષમાં છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application