ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારભં ગઈકાલે થયો. આજે રાજ્ય ના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ચોથી વખત ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૫–૨૬ માટેનું વાર્ષિક બજેટ રજૂ કયુ હતું. ૨૦૨૪–૨૫ના બજેટનું કુલ કદ . ૩.૩૨ લાખ કરોડ હતું, પરંતુ આ વખતે ૨૦૨૫–૨૬ના બજેટનું કુલ કદ . ૩.૭૨ લાખ કરોડની આસપાસ છે.
વર્ષ ૨૦૨૪–૨૫ના બજેટમાં નાણામંત્રીએ ૨,૨૯,૬૫૩ કરોડની મહેસૂલી અને . ૬૯,૭૦૯ કરોડની મૂડી આવકો મળીને કુલ . ૨,૯૯,૩૬૨ કરોડની આવકોનો અંદાજ રજૂ કર્યેા હતો. આ વખતે ૨૦૨૫૨૬માં નાણામંત્રી દ્રારા રજૂ થનારા બજેટમાં મહેસૂલી આવકો . ૨,૬૫,૦૦૦ કરોડ અને મૂડી આવક . ૮૧,૦૦૦ કરોડ મળીને કુલ આવકો . ૩.૪૫ લાખ કરોડ અંદાજ મુકવામા આવે તેમ મનાય રહ્યું છે. એવી જ રીતે, વર્ષ ૨૦૨૪ ૨૫ માટે નાણામંત્રીએ મહેસૂલી ખર્ચ પેટે . ૨.૧૯ લાખ કરોડ અને મૂડી ખર્ચ પેટે . ૭૬,૦૦૦ કરોડ મળીને કુલ ખર્ચ ૨,૯૫,૫૨૦ કરોડ થશે એવો અંદાજ મૂકયો હતો. તેની સામે આ વખતે ૨૦૨૫૨૬ના બજેટ માટે મહેસૂલી ખર્ચ તરીકે . ૨.૫૦ લાખ કરોડ, મૂડી ખર્ચ તરીકે . ૮૮,૦૦૦ કરોડ મળીને કુલ . ૩.૩૮ લાખ કરોડનો અંદાજ મુકાયો છે.
નાણામંત્રી આ બજેટમાં નાણામંત્રી શિક્ષણ, આરોગ્ય અને શહેરી વિકાસ તથા કૃષિ ક્ષેત્રને સાંકળી લેતી નવી જાહેરાતો કરી છે. સરકારે તાજેતરમાં જે નવી ૯ મહાનગરપાલિકાની રચના કરી છે. હવે તેની કોઈ આવકો ઉભી ન થાય ત્યાં સુધી આ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ નવી મહા નગરપાલિકાઓ માટે પણ મોટી ગ્રાન્ટની રકમની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત રાયની નગરપાલિકાઓમાં હાલ અપાતી ગ્રાન્ટ જેમ રાય સરકાર સૂચવે ત્યાંજ ખર્ચવાની જે હાલની નીતિ છે. એમાં બદલાવ કરવામાં આપ્યો છે.
નવા બજેટમાં ઉધોગોને લઈ પણ નવી જાહેરાત કરી હતી. તેમજ નવા બજેટમાં ટૂરિઝમ સેકટર પર કરાશે ફોકસ તો ટૂરીઝમ પર ફોકસ કરવા નવી જાહેરાતો થઈ છે. તેમજ ઈવેન્ટ બેઝ ટૂરીઝમ સેકટર સમાવવા જાહેરાત થઈ છે. તો ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ કરવા નવી જાહેરાત કરાશે તેમજ રોડ રસ્તાઓ અને વાહનવ્યવહાર પ્રોજેકટ જાહેર થયા છે. નવી બનાવેલી મપાઓ બાબતે સરકાર કરી છે. જાહેરાત તો નવી મનપામાં વિકાસ કામનો બજેટમાં સમાવેશ થયો છે. સરકાર નવી ભરતીઓ, વિકાસના કામો પર ભાર મુકયો છે
અંદાજપત્રના બે ભાગ વ્હાઈટ બુક અને બ્લ્યુ બુક તરીકે ઓળખાય છે
સંસદીય ભાષામાં બજેટ અથવા અંદાજપત્રને બે ભાગમાં રજૂ કરવામાં આવે છે. પહેલા ભાગમાં ખર્ચ તેમજ આવકના ખરેખરા અંદાજો હોય છે; આને વ્હાઈટબુક કહે છે. બીજા ભાગને બ્લ્યુ બુક અગર ગ્રીનબુક કહે છે અને આમાં છેલ્લ ા બે વર્ષના આવક–જાવકના તુલનાત્મક આંકડાઓનું વિવરણપત્રક અને જે ફેરફાર કરવામાં આવ્યા હોય તેનું સ્પષ્ટ્રીકરણ આપેલું હોય છે. ગુજરાત રાયયના અંદાજપત્રના પ્રકાશનોમાં મુખ્યત્વે સરકારના અંદાજી આંકડાઓ અને સ્પષ્ટ્રીકરણાત્મક નોંધાની યાદીનો સમાવેશ કરવામાં આવે છે. વ્હાઈટ બુકમાં આવક અને ખર્ચના વિગતવાર અંદાજો હોય છે. ખરચ હેઠળ મહેસૂલ અને મુડી ખર્ચ દર્શાવાય છે. અંદાજપત્ર રજૂ થયા બાદ અનુદાન (ગ્રાન્ટ) માટેની માગણીઓ (ડીમાન્ડ) રજૂ કરીને જોઈતા નાણાની મંજૂરી માગવામાં આવે છે. અંદાજપત્ર પરની ચર્ચા બે તબક્કામાં થાય છે. એટલે કે (૧) સામાન્ય ચર્ચા અને (૨) અનુદાન માટેની માગણી પરની ચર્ચા. અંદાજપત્રની રજૂઆત થયો પછી અંદાજપત્ર ૫૨ સામાન્ય ચર્ચાની શઆત થઈ શકે છે, પણ સભાગૃહમાં અંદાજપત્ર રજૂ થયા પછીના પાંચ દિવસ પહેલા આ ચર્ચા શ કરી શકાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech