કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે એકશન પ્લાન જાહેર કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજય બન્યું: જિલ્લા ભાજપનો આવકાર

  • June 15, 2021 11:28 AM 

હારશે કોરોના-જીતશે ગુજરાત ના ધ્યેયમંત્ર સાથે કામ કરતી રાજય સરકારને અભિનંદન: જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા

કોરોના સામે સાવચેતી એ જ સલામતી એ ધ્યાનમાં રાખીને ગઈકાલે રાજય સરકારે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય વિભાગ સંભાળતા નિતીનભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં વિસ્તૃત એકશન પ્લાન જાહેર કરેલ છે જેમાં સૌ પ્રથમ તેની તીવ્રતા અટકાવવી, સંભવિત ત્રીજી લહેરમાં કેસો વધે તો ઓક્સીજન બેડ વધારવા, હોસ્પિટલની સુવિધાઓ વધારવી, 1પ હજાર વેન્ટિલેટરો તૈયાર રાખવા, આઈ.સી.યુ. બેડો વધારવા સહિત ઓક્સીજન પુરવઠો વધુ સુઢ બનાવવો અને મેડીકલ સ્ટાફમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત રાજયની પ1 જેટલી સબડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં આર.સી.પી.ટી.આર. ટેસ્ટીંગ સેન્ટરો ઉભા કરવા તેમજ સીટી સ્કેન મશીનોની સંખ્યા વધારવી અને વિશેષ્ા કરીને હાલ રોજના 7પ હજાર ટેસ્ટીંગ કેપેસીટીને વધારી 1.રપ લાખની ટેસ્ટીંગ ફેસેલીટી ઉભી કરવી એ નાનું કામ નથી, આ ઉપરાંત કોરોના સામે આવશ્યક એવી તમામ દવાઓનો રાજય સરકાર અગાઉથી સ્ટોક કરશે તે પણ એકશન પ્લાનમાં સામેલ છે.

આ તકે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નયનાબેન પરમાર, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ચંદ્રેશભાઈ પટેલ, ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, મનોજભાઈ ચાવડીયા, ચેતનભાઈ કડીવાર સહિતના આગેવાનોએ રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલ આ એકશન પ્લાનને આવકારતા જણાવેલ છે કે બીજી લહેર દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવ્યા વીના જ કોરોના પર તંત્ર કાબુ મેળવવામાં સફળ થયેલ છે, જ્યારે આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેરના મુકાબલા માટે અત્યારથી જ એકશન પ્લાન ઘડી, નકકર આયોજન અને વ્યવસ્થાઓના સથવારે ત્રીજી લહેરની અસર પણ રાજયના 6.પ કરોડ લોકો પર ઓછામાં ઓછી થાય તેવા તમામ પ્રયત્નો રાજય સરકાર કરી રહેલ છે તે અભિનંદનને પાત્ર છે.

આ ઉપરાંત આવનારા સમયમાં આ એકશન પ્લાનના તમામ કાર્યોનું મોનીટરીંગ સીધું જ મુખ્યમંત્રી કક્ષ્ાાએથી કરવા જિલ્લા કક્ષ્ાાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવાનું પણ જણાવાયું છે, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિતના આગેવાનોએ લોકોને અપીલ કરતાં જણાવેલ છે કે કોરોનાના સંભવિત ખતરા સામે રાજય સરકાર સમગ્ર દેશમાં અગ્રેસર છે ત્યારે આપણે સૌએ પણ નૈતિક ફરજ સમજી 100 ટકા વેક્સીનેશનની દિશામાં આગળ વધવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS