ગુજરાત સરકારનું કૃષિ કલ્યાણ વિભાગ ઉલટી ચાલ ચાલી રહ્યું છે એક બાજુ રાજ્ય સરકાર બેરોજગારોને રોજગારી આપવાની વાતો કરી રહ્યું છે ત્યારે ગુજરાત રાય વેરહાઉસિંગ નિગમની ૧૪૪ જગ્યાઓ રદ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરતા નોકરી વાંચ્છુકોમાં નિરાશ વ્યાપી છે.
રાયમાં સતત શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારી નોકરી માટે જગ્યા પડે છે ત્યારે ૧ જગ્યા માટે અનેક ગણા ઉમેદવારીપત્રો ભરાય છે. યુવાનો સરકારી નોકરી માટે રાત–દિવસ જોયા વિના સતત સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ આવેલા ગુજરાત રાય વેરહાઉસિંગ નિગમની ૧૪૪ જગ્યાઓ રદ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
રાય સરકારના કૃષિ વિભાગ દ્રારા વેર હાઉસ નિગમની ૧૪૪ જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ–૩ અને વર્ગ–૪ આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે. ગુજરાત રાય વેરહાઉસિંગ નિગમ દ્રારા રજૂ થયેલા દરખાસ્ત પર વિચારણા બાદ આ નિયમનું અમલ થશે. કૃષિ અને સહકાર વિભાગના સચિવે જણાવ્યું કે આ પગલું વિભાગની કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્રની સુધારણા માટે મહત્વપૂર્ણ છે.અત્રે ઉલ્લ ેખનીય છે એક તરફ સરકાર દ્રારા યુવાનોને રોજગાર અને નોકરીની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે સરકારના જ કૃષિ વિભાગ દ્રારા જગ્યાઓ રદ કરવાનો વિચિત્ર નિર્ણય કેમ લેવામાં આવ્યો તે પ્રશ્ન ઉમેદવારોને સતત સતાવી રહ્યો છે. એક તરફ યુવાનો સરકાર દ્રારા મોટી ભરતી બહાર પાડવામાં આવે તેની રાહ જોઇ રહ્યા છે, જેના માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ત્યારે અચાનક સરકારના આ નિર્ણયથી યુવાનોમાં નારાજગી પ્રવતર્તી જોવા મળી રહી છે.
રદ કરાયેલી જગ્યાઓની યાદી
ક્રમ સંવર્ગનું નામ વર્ગ રદ કરવાની જગ્યા
૧ સીનીયર સુપરવાઇઝર વર્ગ–૩૦૧
૨ ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ–૩૦૧
૩ આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફીસર વર્ગ–૩૦૧
૪ ઓ.એસ. ટુ ડી.જી.એમ. વર્ગ–૩૦૧
૫ ઓ.એસ. ટુ. પોર્ટ વર્ગ–૩ ૦૧
૬ હેડ એકાઉન્ટન્ટ વર્ગ–૩૦૧
૭ ઈન્ટરનલ ઓડીટર વર્ગ–૩ ૦૩
૮ સીનીયર એકાઉન્ટન્ટ વર્ગ–૩ ૦૨
૯ મદદનીશ વર્ગ–૩૦૨
૧૦ જુનીયર એકાઉન્ટન્ટ વર્ગ–૩ ૦૩
૧૧ ટેકનીકલ મદદનીશ વર્ગ–૩ ૦૨
૧૨ સુપરવાઈઝર વર્ગ–૩૦૩
૧૩ કલાર્ક, ટાઈપીસ્ટકલાર્ક કમ ટાઈપીસ્ટ વર્ગ–૩૨૩
૧૪ ટેલીફોન ઓપરેટર વર્ગ–૩૦૧
૧૫ ડ્રાઈવર વર્ગ–૩ ૦૪
૧૬ પટાવાળા ચોકીદાર વર્ગ–૪ ૯૫
કુલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech