ગુજરાત એસટી દ્રારા ડ્રાઇવરોની ઘટ પૂરવા કરાર આધારીત ભરતી કરવાનો નિર્ણય

  • April 21, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત એસ ટી ડેપોમાં ડ્રાઇવરોને ઘટને પુરવા માટે કાયમી ડ્રાઇવરની ભરતીને હજુ સમય લાગી શકે છે. ત્યારે એસ ટી નિગમે છ માસ માટે કરાર આધારીત માસિક ફિકસ વેતન ઉપર હંગામી ધોરણે ડ્રાઇવરોને ભરતી કરવામાં આવશે. ડ્રાઇવરોની ભરતી માટે જે ઉમેદવાર પાસે આરટીઓ માન્ય લાયસન્સ અને બેઝવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉપરાંત કરાર આધારીત ડ્રાઇવરોને વિધાર્થીઓ, મેટ્રોલીંક સહિતના ટમાં ફરજ સોંપાશે.લાંબા અંતરના એકસપ્રેસ ટો કે આંત૨૨ાયના ટો ઉપર કામગીરી સોંપવામાં આવશે નહીં.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા રાયભરના ડેપોમાં ડ્રાઇવરની ઘટને સરભર કરવા માટે નિગમ દ્રારા હાલમાં ડ્રાઇવરોની ભરતીની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી ઉનાળા વેકેશનમાં મન ફાવે ત્યાં ફરો યોજના શ કરવામાં આવી છે. તેની સામે રાયભરના ડેપોમાં ડ્રાઇવરોની ઘટ હોવાથી તેની અસર ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપર અસર થાય તેવી શકયતા રહેલી છે. ત્યારે ડ્રાઇવરોની અછતના કારણે મન ફાવે ત્યાં ફરો યોજનાની ઉપર તેની અસર થાય નહી તેના માટે એસ ટી નિગમે કરાર આધારીત હંગામી ધોરમે છ માસ માટે ડ્રાઇવરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં આરટીઓ માન્ય ડ્રાઇવીંગ લાયસન્સ તેમજબેઝ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
તદન હંગામી ધોરણે કરાર આધારીત ભરતી કરવામાં આવનાર ડ્રાઇવરોએ નિયત કરેલા યુનિફોર્મ સાથે જ ફરજ બજાવવાની રહેશે. ડુટી ઉ૫૨ હાજર થના૨ કરાર આધારીત ડ્રાઇવરોની પાસે લાયસન્સ અને બેઝની ફરજિયાત ચકાસણી કરવાની રહેશે. વધુમાં કરાર આધારીત ડ્રાઇવરોને ડેપોના લોકલ ટ, વિધાર્થીઓવાળા ટો અને મેટ્રોલીંકવાળા ટો ઉપ૨ જ ડુટી સોંપવાની રહેશે. જો ક૨ા૨ આધારીત ડ્રાઇવરોને લાંબા અંતરના એકસપ્રેસ ટો કે આંત૨૨ાયના ટો ઉપર કરાર આધારીત ડ્રાઇવરોને છુટી સોંપવાની રહેશે નહી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application