ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીમાં સંસદ સભ્ય પૂનમબેન માડમ સહિત જિલ્લાના છ નો કરાયો સમાવેશ

  • April 05, 2021 10:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રદેશ આમંત્રીત સભ્યોમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય ચિમનભાઈ શાપરિયા, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ સહિતના સાતનો સમાવેશ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરના કમલમ્ ખાતે યોજાયેલી પ્રદેશ પ્રમુખની બેઠક બાદ પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રીત અને પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોની કરાયેલી નિયુક્તિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ કારોબારી સભ્યોમાં સાંસદ પૂનમબેન માડમ, મુળૂભાઈ બેરા, અમીબેન પરીખ, હસમુખ જેઠવા, ડૉ.વિનોદ ધ્રુવ અને હસમુખભાઈ કણઝારિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રદેશ આમંત્રીત સભ્યોમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા સહિતના સાત સદસ્યો તેમજ વિશેષ આમંત્રીત સભ્યોમાં કેબિનેટ મંત્રી આર.સી. ફળદુની નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જ કમલમ્ ખાતે પક્ષના પ્રદેશ કારોબારી સભ્યોની તેમજ પ્રદેશ આમંત્રીત અને વિશેષ આમંત્રીત સભ્યોની નિયુક્તિ માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને એક તાકિદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાએ પ્રદેશ કારોબારી સભ્યોમાં 79 સભ્યોની વરણી કરવામાં આવી હતી તેમજ પ્રદેશ આમંત્રીત સભ્યોમાં 150 સભ્યો અને પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોમાં 53 સદસ્યોની નિમણૂંક કરવામાં આવી હતી.

દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ગત્ શનિવારે રાજ્યના પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રીત અને પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ કારોબારી સભ્યોમાં સાંસદ પૂનમબેન માડમ, મુળૂભાઈ બેરા, અમીબેન પરીખ, હસમુખભાઈ જેઠવા, ડૉ.વિનુભાઈ ભંડેરી અને હસમુખભાઈ કણઝારિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે પ્રદેશ આમંત્રીત સભ્યોમાં કુલ 150માંથી જામનગરના સાત સભ્યોનો સમાવેશ થાય છે જેમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, જામનગરના પૂર્વ સાંસદ અને જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ વાલજીભાઈ કરોડિયા (ચંદ્રેશ પટેલ), પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય ચિમનભાઈ શાપરિયા, પૂર્વ જામનગર શહેર પ્રમુખ હસમુખ હિન્ડોચા, દીલિપસિંહ ચૂડાસમા, કશ્યપભાઈ વૈષ્ણવનો સમાવેશ થાય છે.

ઉપરાંત પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોમાં રાજ્યમાંથી કુલ 53ના નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં જામનગરના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગરના સદસ્યોની પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રીત અને પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યોમાં 14નો સામવેશ કરવામાં આવતાં જામનગર ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. તમામની નિમણૂંકને સ્થાનિક હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા આવકારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS