જામનગરમાં નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ રૂદ્ર ઇવેન્ટ દ્વારા ગુજરાત નારી રત્ન એવોર્ડ -૨૦૨૫ નું આયોજન મહિલા દિવસ પર જામનગરના ચેમ્બર હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં નગરના મેયર, ડેપ્યુટી મેયર, શહેર ભાજપના નવ નિયુક્ત મહિલા પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નગરની અનેક પ્રતિભાશાળી નારીઓને વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જામનગરના નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટના મુખ્ય સંચાલક નિકિતાબેન કુંવરિયા ની આગેવાનીમાં શહેરની ૪૦ જેટલી સન્નારીઓને ખાસ એવોર્ડ આપીને સન્માનિત કરવા માટેના વિશેષ કાર્યક્રમમાં નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ બીનાબેન કોઠારી, સટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગીયા, ખંભાળિયા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન વ્યાસ, બ્રીલીયન્ટ સ્કૂલના ઉસ્મિતાબેન ભટ્ટ ઉપરાંત શહેર ભાજપના અન્ય હોદ્દેદારો, કથાકાર અજયભાઈ શાસ્ત્રી, બિઝનેસ મેન ભરતભાઈ કવાડ, હોમગાર્ડ ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટ, ડોક્ટર પ્રીતિબેન પુનાતર વિવિધ સંસ્થાના પ્રમુખો, જ્ઞાતિ મંડળો તથા એવોર્ડ મેળવનાર ૪૦ થી વધુ નારીરત્ન ઉપસ્થિત રહ્યા હતા.
આ કાયૅક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનો જેમાં ખાસ કરીને શહેરની મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મિતેશ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech