ગુજરાત મ્યુનિ. ચૂંટણીની મતગણતરી શરુ, પોસ્ટલ બેલેટમાં તમામ 6 જગ્યાએ ભાજપ આગળ

  • February 23, 2021 08:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની 575 બેઠકો પર આજે મતગણતરી શરુ થઈ છે. અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો પર મત ગણતરી, સુરતના 30 વોર્ડમાં 120 બેઠકો, વડોદરાના 19 વોર્ડમાં 76 બેઠકો, રાજકોટના 18 વોર્ડમાં 72 બેઠકો, ભાવનગરના 13 વોર્ડમાં 52 બેઠકો અને 16 વોર્ડમાં 64 બેઠકો જામનગર છે. અહીં સવારે 8 કલાકે પોસ્ટલ બેલેટની મતગણતરી શરુ થઈ હતી. પોસ્ટલ બેલેટમાં તમામ 6 પાલિકામાં ભાજપ લીડમાં છે. 
 

ગુજરાતની 6 મહાપાલિકાની ચૂંટણીની મતગણતરીની શરુઆતમાં જ અમદાવાદના નારાણપુરા વોર્ડમાં ભાજપના ફાળે એક સીટ જઈ ચુકી છે. અહીં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. 
 

મતગણતરી પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી અને તમામ 6 નગરપાલિકામાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, " મને વિશ્વાસ છે કે, આ પરિણામોમાં ભાજપા તમામ મહાનગરોમાં અભૂતપૂર્વ ભવ્ય વિજય મેળવીને જનસેવાનો અવસર પુન: પ્રાપ્ત કરશે જ. અમારી વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસના મંત્રને જનતા જનાર્દને વધાવ્યો છે તે આવતી કાલે જાહેર થનારા પરિણામોથી સ્પષ્ટપણે સાબિત થઈ જશે. "
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS