ખંભાળિયાના યુવાનના નગ્ન ફુલેકા પ્રકરણમાં તમામ સાત આરોપીઓના પાસા રદ કરતી ગુજરાત હાઈકોર્ટ

  • March 04, 2021 10:47 AM 

ખંભાળિયામાં ત્રણેક માસ પૂર્વે એક યુવાનને નગ્ન હાલતમાં અપહરણ કરીને લઇ જઇ, આ યુવાનને નિર્વસ્ત્ર હાલતમાં ફુલેકા સ્વરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવવાના ચકચારી પ્રકરણમાં ઝડપાયેલા સાત શખ્સો સામે કરવામાં આવેલી પાસાની કાર્યવાહી બાદ આ અંગે હાઈકોર્ટમાં ચાલી ગયેલા કેસમાં અદાલતે તમામ સાત આરોપીઓ સામે પાસા રદ કરતો હુકમ કર્યો છે.

સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા આ સમગ્રની વિગત મુજબ ખંભાળિયામાં રહેતા એક ગઢવી યુવાન સામે ચોક્કસ કારણોસર ખાર રાખી, ગત્ તા. 1 ડિસેમ્બરના રોજ ઉપરોક્ત યુવાનનું અપહરણ કરીને લઈ જઈ, તેને માર મારી, તેને નગ્ન હાલતમાં શહેરના જુદા જુદા માર્ગો પર ફેરવી પોલિસ મથકે લઈ જવામાં આવ્યો હતો.

આ ગંભીર બનાવના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. બાદમાં જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરી, આ પ્રકરણમાં યેન કેન પ્રકારે સંડોવાયેલા ગઢવી ભારા જોધા ભોજાણી, પ્રતાપ જોધા ભોજાણી, કાના જોધા ભોજાણી, માણસી જોધા ભોજાણી નામનાં પાંચ શખસો બાદ ધનાભાઇ જોધાબાઈ તથા વિનુભાઈ ડાડુભાઈ નામના અન્ય બે મળી, કુલ સાત શખ્સો સામે પાસાના કાગળો તૈયાર કરવામાં આવ્યા હતા. જેને જિલ્લા કલેકટરની મંજૂરી બાદ તમામ આરોપીઓને પાસા અન્વયે રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી રજુઆત તથા જરૂરી કાર્યવાહી બાદ હાઇકોર્ટ દ્વારા તમામ આરોપીઓ સામે થયેલા પાસાના હુકમ રદ્દ કરવામાં આવ્યા છે.

આ કેસમાં આરોપીઓએ તરફે અહીંના વિદ્વાન વકીલ ચંદ્રમૌલી એમ. જોશી તથા આશિષ ડગલી રોકાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS