BREAKING NEWS

ડીપ ફેક વીડિયો–ફોટાના દુરૂપયોગ મામલે મેટા, ગુગલ સહિતના પ્લેટફોર્મને ગુજરાત હાઈકોર્ટની નોટિસ

  • April 16, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીના વધતા વ્યાપની સાથે તેના દુપયોગની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે. ખાસ કરીને એ.આઈ જનરેટેડ ડીપ ફેક વીડિયો અને ફોટા દ્રારા ફેલાવવામાં આવતી ખોટી માહિતીને રોકવા માટે કરવામાં આવેલી જાહેરહિતની અરજી  પર ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે આ મામલે ગંભીર નોંધ લેતા મેટા (ફેસબુક–ઇન્સ્ટાગ્રામ), ગુગલ, એકસ (ટિટર), રેડિટ અને સ્ક્રિબ્ડ જેવા દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોમ્ર્સને પક્ષકાર બનાવી નોટિસ ફટકારી છે.
સોશિયલ મીડિયા પર એ.આઈ દ્રારા તૈયાર કરાયેલા નકલી અને ભ્રામક વીડિયો–ફોટા શેર કરનારા તત્વો સામે કાયદાકીય સકંજો કસવા માટે એડવોકેટ વિકાસ નાયરે હાઈકોર્ટમાં રિટ અરજી કરી હતી. અરજદાર તરફથી એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી હતી કે, હાલમાં બંધારણીય સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓને ટાર્ગેટ કરતા ડીપ ફેક વીડિયો બનાવવાનો ટ્રેન્ડ જોખમી રીતે વધી રહ્યો છે. આ સામગ્રી માત્ર વ્યકિતગત પ્રતિ ા જ નહીં, પરંતુ જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે.
આ મુદ્દે હાઈકોર્ટની ખંડપીઠે અવલોકન કયુ હતું કે, આ સમસ્યા કાયદાકીય માળખાના અભાવ કરતા તેના અમલીકરણમાં રહેલી ખામીઓને કારણે વધુ ઉદભવી રહી છે. કોર્ટે નોંધ્યું કે યારે વિવાદાસ્પદ સામગ્રી સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે પ્લેટફોમ્ર્સ ઘણીવાર કાયદાકીય પદ્ધતિઓ સાથે સંપૂર્ણ સહકાર આપવામાં વિલબં કરે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોમ્ર્સ ઇન્ટરમિડિયરીઝ તરીકે કાર્ય કરે છે, તેથી ગેરકાયદેસર કન્ટેન્ટને નિયંત્રિત કરવાની તેમની કાયદાકીય જવાબદારી શું છે તે સ્પષ્ટ્ર થવું જરી છે.
ઓટોમેટેડ બોટ નેટવકર્સ અને અનામી પ્લેટફોમ્ર્સ દ્રારા ફેલાવવામાં આવતી સામગ્રી રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે નોંધપાત્ર જોખમ સમાન છે.આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે કે
આ મામલે હાઈકોર્ટે માત્ર ટેક કંપનીઓ જ નહીં, પરંતુ કેન્દ્ર સરકારના આઈ.ટી. (આઈ.ટી) મંત્રાલયના સચિવને પણ જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલય અને રાય સરકાર દ્રારા પણ આ પ્લેટફોમ્ર્સ દ્રારા કાયદાકીય જોગવાઈઓના પાલનમાં થતા વિલબં અંગે ચિંતા વ્યકત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે આ નોટિસ ૧૦ એપ્રિલના રોજ જારી કરી હતી, જેનો વિગતવાર આદેશ હવે અપલોડ થયો છે. આ અત્યતં સંવેદનશીલ અને મહત્વના કેસની વધુ સુનાવણી આગામી ૮ મે ના રોજ નિયત કરવામાં આવી છે. કોર્ટ હવે એ તપાસશે કે એ.આઈના દુપયોગને રોકવા માટે કેવું મજબૂત નિયમનકારી માળખું બનાવી શકાય તેમ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News