આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે છતાં સુરતના એક ઉધોગપતિની પોલીસ રિમાન્ડને સુપ્રીમ કોર્ટે સૌથી ગંભીર અવમાનના તરીકે ગણાવી છે, અને ટીકા કરતા કહ્યું છે કે મેજિસ્ટ્રેટને ટ્રેનિંગ આપવાની જર છે. અરજદારે રાયના યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ગુજરાત પોલીસ અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેકશન પિટિશન દાખલ કરી છે અને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા હતા, તેમ છતાં મેજિસ્ટ્રેટ દ્રારા તેમને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલે આશ્ચર્ય વ્યકત કયુ છે. સુપ્રીમે કહ્યું કે, મેજિસ્ટ્રેટને ટ્રેનિંગ આપવાની જર છે અને પ્રશ્ન પણ કર્યેા કે, ગુજરાતમાં નીચલી અદાલતે એવી પ્રથા કેવી રીતે અપનાવી છે કે જે કેસમાં આરોપીને આગોતરા જામીન આપવામાં આવ્યા હોય તે કેસમાં પોલીસને રિમાન્ડ માંગવાની સ્વતંત્રતા આપી શકે ?
સુરત સ્થિત ઉધોગપતિના પોલીસ રિમાન્ડ પર ભારે નારાજગી વ્યકત કરતા, સુપ્રીમ કોર્ટે ૧૦ જાન્યુઆરીએ કેટલાક પોલીસ અધિકારીઓ અને સુરતના યુડિશિયલ મેજિસ્ટ્રેટને આ વ્યકિત દ્રારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ પાઠવી હતી.
સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે તેણે ગયા વર્ષે ૮ ડિસેમ્બરે અરજદાર તુષારભાઈ રજનીકાંતભાઈ શાહને આગોતરા જામીન મંજૂર કર્યા હતા, પરંતુ તેમને છેતરપિંડીના કેસમાં ૧૩ થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ટિપ્પણી કરી હતી કે આવી પ્રથા આગોતરા જામીનના સિદ્ધાંતને નષ્ટ્ર કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યાયિક મેજિસ્ટ્રેટને યોગ્ય તાલીમ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલને પ્રતિવાદી બનાવ્યા છે અને તેમને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા માટે નોટિસ પાઠવી છે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે, 'જો તમે આ પ્રથાનું પાલન કરશો તો ગુજરાતને શિક્ષિત કરવાની જર છે. મેજિસ્ટ્રેટને પણ શિક્ષિત કરવાની જર છે. તમારા અમદાવાદમાં આવી સુંદર તાલીમ એકેડમી છે.
ખંડપીઠે કહ્યું કે એ યોગ્ય રહેશે કે ગુજરાત હાઈકોર્ટ પણ સર્વેાચ્ચ અદાલતના નિર્ણય પહેલા સુનાવણી કરે. કોર્ટે રજિસ્ટ્રાર જનરલ મારફત હાઈકોર્ટને નોટિસ પાઠવી અને બે અઠવાડિયા પછી સુનાવણી માટે આ મામલાની યાદી આપી. શાહના વકીલે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યેા હતો કે તેમની પાસેથી ૧.૬૫ કરોડ પિયા વસૂલવા માટે કેસમાં ફરિયાદીની હાજરીમાં તેમને ધમકી આપવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો અને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ૧૦ જાન્યુઆરીના રોજ બેન્ચે કહ્યું હતું કે, એવું લાગે છે કે ગુજરાત અલગ–અલગ કાયદાઓનું પાલન કરે છે. વિશ્વની હીરાની રાજધાનીમાં આવું થઈ રહ્યું છે. આ અમારા આદેશોનું શુદ્ધ ઉલ્લંઘન છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે શોધ સમિતિની રચના
March 12, 2025 09:51 PMદક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ: 90% પુરવઠો પુનઃસ્થાપિત, રાત સુધીમાં સ્થિતિ સામાન્ય થશે
March 12, 2025 08:02 PMRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech