નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર દોઢ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજથી અમલી બન્યો છે.
ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી દોઢ રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.
જૂનો ભાવ 77.27 રૂપિયા હતો જે આજથી 79.26 રૂપિયા થયો છે. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહનચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે તેવી વાહનચાલકોમાં ચર્ચા છે.
ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો. ત્યારબાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષના પ્રથમ દિવસે જ દોઢ રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. સુરતમાં રિક્ષા-કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે 3 લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ કાલાવડ પંથકમાં મહત્વપૂર્ણ કામગીરી
January 11, 2025 11:44 AMરાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર આગમન થતા એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરાયું
January 11, 2025 11:37 AMરાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા લાવવા કરી આવી પહેલ
January 11, 2025 11:21 AMમાવાએ માર ખવડાવ્યો: જલદીથી માવો બનાવવાનું કહેતા પિતા–પુત્રે લાકડી, પાઇપ માર્યા
January 11, 2025 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech