ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે, જેમાં વિદ્યાર્થિનીઓનું 88.28 ટકા પરિણામ અને વિદ્યાર્થીઓનું 80.12 ટકા પરિણામ આવ્યું છે. આથી વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 8.16 ટકા વધુ છે. જિલ્લાવાર આંકડાઓમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42 ટકા રહ્યું છે. રાજ્યમાં 1697 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે .જ્યારે દાહોદના મૂન ખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ જાહેર થયું છે.
કેન્દ્રવાર વિગતો મુજબ, ગાંધીનગરનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ સાથે અવ્વલ રહ્યું છે, જ્યારે દાહોદનું મુનખોસલા કેન્દ્ર 33.74 ટકા સાથે અંતિમ ક્રમે છે. પરીક્ષામાં નોંધાયેલા 7,56,392 વિદ્યાર્થીઓમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યની 1,697 શાળાઓએ 100 ટકા સફળતા મેળવી છે, જે શિક્ષણના સ્તરમાં સુધારો સૂચવે છે. માધ્યમ મુજબ જોઈએ તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા અને ગુજરાતી માધ્યમનું 82.67 ટકા રહ્યું છે. જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા, તેમના માટે જૂન-2026માં બેસ્ટ ઓફ ટુ’ પદ્ધતિ હેઠળ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 2026માં ધો.10માં 9 લાખ 7 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
આ વર્ષે રાજ્યના 87 ઝોનના 1006 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી, જેમાં 7,56,392 નિયમિત પરીક્ષાર્થીઓ પૈકી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ થતા કુલ 83.86 ટકા પરિણામ નોંધાયું છે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 33.53 ટકા અને જીએસઓએસ પરીક્ષાર્થીઓનું પરિણામ 28.22 ટકા આવ્યું છે. 1958 દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ વર્ષે ઉત્તિર્ણ થયા છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં સૌથી નબળો વિષય બેઝિક ગણિત પુરવાર થયો છે. નાપાસ થનાર વિદ્યાર્થીઓમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં નાપાસ થયા છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1 થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે આ માટે દિવ્યાંગો અને વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપી માંથી મુક્તિ આપવામાં આવી છે. પૈસા ફી એક વિષય માટે 155 રૂપિયા બે વિશે માટે 225 રૂપિયા ત્રણ વિશે માટે 285 રૂપિયા અને ત્રણથી વધુ વિશે માટે 415 ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓએ માર્ચ અને ફેબ્રુઆરી 2026 માં લેવાયેલી પરીક્ષામાં પ્રસ્તુત થયા ન હોય તે આપી શકશે નહીં.
ચાલુ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષાઓમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી માત્ર ધોરણ 10માં જ 9.07 લાખ વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ધોરણ 10 પછી ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આગામી 8 તારીખથી 19 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 21થી 26 જુલાઈ સુધી ફરીથી ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ટોપ ગ્રેડ એ-વનમાં મોટો ઉછાળો
આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2025માં 6.20 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જે વર્ષ 2026માં 6.34 લાખ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ ઉપરાંત જીએસઓએસ પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષ 27.18 ટકા હતું જે આ વખતે 28.22 ટકા આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રોમાં પણ વધારો થયો છે. 2025માં 1574 કેન્દ્રો હતાં જે આ વખતે વધીને 1697 થયાં છે. એ-વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ આ વખતે વધી છે. 2025માં 28055 વિદ્યાર્થીઓ હતાં જે આ વખતે 35508 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.
ગ્રેડ વાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યા
ગુજરાત બોર્ડના પરિણામમાં આ વર્ષે ગ્રેડવાર વિગતોમાં નોંધપાત્ર દેખાવ જોવા મળ્યો છે. રાજ્યમાં કુલ 35,508 વિદ્યાર્થીઓએ 'એ-વન' ગ્રેડ હાંસલ કર્યો છે. આ ઉપરાંત, એ-ટુમાં 90,863 અને બી-વનમાં 1,22,184 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સૌથી વધુ 1,48,215 વિદ્યાર્થીઓ બી-ટુ ગ્રેડમાં રહ્યા છે, જ્યારે 7,278 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.
વોટ્સએપથી વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે. ઉપરાંત, આધુનિક સુવિધા હેઠળ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાની માર્કશીટ મેળવી શકશે. તે માટે 6357300971 નંબર પર પોતાના બેઠક ક્રમાંક મોકલવાથી પરિણામની નકલ પ્રાપ્ત થશે. હાલમાં ડિજિટલ માર્કશીટ ઉપલબ્ધ કરાવાઈ છે, જ્યારે અસલ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્રો આગામી દિવસોમાં જે-તે શાળાઓ મારફતે વિતરણ કરવામાં આવશે. સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક જગત અને રાજ્ય સરકાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ગત વર્ષ કરતા બે દિવસ વહેલું પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે પરિણામ આઠ મેના રોજ જાહેર થયું હતું, જેની સરખામણીએ આ વર્ષે બોર્ડે બે દિવસ વહેલું એટલે કે છ મેના રોજ પરિણામ પ્રસિદ્ધ કરીને ઉતાવળ દાખવી છે. વહેલા પરિણામને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બેઝિક ગણિતમાં 3529 વિદ્યાર્થીઓએ 100 માર્ક્સ મેળવ્યા
26 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં 99 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે સમાજવિદ્યામાં 2943 વિદ્યાર્થીઓ, વિજ્ઞાનમાં 8250, સ્ટાન્ડર્ડ ગણિતમાં 91, બેઝિક ગણિતમાં 3529 અને અંગ્રેજીમાં 1 જ વિદ્યાર્થીએ 100 માર્ક્સ મેળવ્યા છે.
અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા પરિણામ
અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા આવ્યું છે. બેઝિક ગણિતના પેપરમાં સૌથી વધુ 1 લાખ 6 હજાર 504 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિજ્ઞાનમાં 94645, ગુજરાતીમાં 49321, અંગ્રેજીમાં 44482, સોશિયલ સાયન્સમાં 44229 અને સ્ટાન્ડર્ડ ગણિતમાં 109 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.