રાષ્ટ્રીયકક્ષાની પેરાએથ્લેટીકસમાં ગુજરાત ચેમ્પીયન

  • April 01, 2021 10:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાષ્ટ્રીયકક્ષાની એથ્લેટીકમાં પોરબંદરના પાંચ સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ   કુલ સાત જેટલા ગોલ્ડથી માંડીને બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતને ચેમ્પીયન બનાવતા આ દિવ્યાંગ ખેલાડીઓને બિરદાવવામાં આવ્‌યા હતા.
બિહાર પેરા સ્પોર્ટસ એસોસીએશન દ્વારા આયોજીત 17મી નેશનલ પેરા એથલેટીક ચેમ્પીયનશીપ ફોર સેરેબ્રલ પાલ્સીનું આયોજન પાટલીપુત્ર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પટણા બિહાર ખાતે થયેલ જેમાં ભારતના ર3 રાજયોના 7પ0 થી વધુ સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ ટ્રેક અને ફિલ્ડની મેદાનની રમતોમાં ભાગ લીધેલ.જેમાં પોરબંદર જીલ્લાના પાંચ સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લઇ ત્રણ ગોલ્ડ મેડલ અને ચાર બ્રોન્ઝ મળી રાષ્ટ્રીય કક્ષાના 7 મેડલ મેળવી સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજયનું નામ ઉજજવળ કરેલ છે. જેમાં શ્યામ નિલેશભાઇ શિયાણીએ 100 મીટર દોડ, ગોલ્ડ મેડલ - પ્રથમ, ર00 મીટર દોડ, ગોલ્ડ મેડલ-પ્રથમ, વિશ્ર્વ ગીરીશભાઇ વાઘેલાએ ર0ઢ મીટર દોડ, ગોલ્ડ મેડલ પ્રથમ, 100 મીટર દોડ-બ્રોન્ઝ મેડલ-તૃતીય,  ધવલ મુકેશભાઇ હોદાર બરફી ફેંક- બ્રોન્ઝ મેડલ-તૃતિય, પાર્થ કિશોરભાઇ સરૈયા ચક્રફેંક-બ્રોન્ઝ મેડલ તૃતિય, ભાવેશ તેજસભાઇ સરૈયા 400 મીટર દોડ-બ્રોન્ઝ મેડલ-તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.
આમ પોરબંદર જીલ્લાના પાંચ સેરેબ્રલ પાલ્સી ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓ કે જેઓ શારીરીક રીતે અક્ષમતા ધરાવતા હોવા છતાં અખુટ આત્મવિશ્ર્વાસથી મેદાનની રમતોમાં પણ રાષ્ટ્રીય કક્ષાની સ્પધર્ઓિમાં ઝળહળતી સિધ્ધીઓ હાંસલ કરી સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજયને ચેમ્પીયન રાજય બનાવી ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
આ તમામ સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓને શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુકુળ, પોરબંદર દ્વારા જુદી-જુદી રમતોમાં સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, પોરબંદર ખાતે સીનીયર કોચશ્રી મનિષભાઇ ઝીલડીયાના માર્ગદર્શન નીચે કોચ શ્રી કૌશીકભાઇ દ્વારા પધ્ધતીસરની તાલીમ આપવામાં આવેલ અને ત્યારબાદ સંસ્થાના સેક્રેટરી શ્રી કમલેશભાઇ ખોખરીના માર્ગદર્શન ચીે સમગ્ર ટીમને પટણા (બિહાર) લઇ જવામાં આવેલ. જયાં પણ ભારતના ર3 રાજયોના 7પ0થી વધુ સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે પોતાના કાંડાની કૌવત દેખાડી પોરબંદર જીલ્લાના ઉપરોકત દિવ્યાંગ ખેલાડીઓએ અખુટ આત્મવિશ્ર્વાસ સાથે ઝળહળતી સિધ્ધીઓ હાંસલ કરેલ છે.
આ સ્પધર્મિાં પ્રથમ વિજેતા સ્પર્ધકને સરકાર તરફથી પિયા બે લાખ, દ્ધિતીય વિજેતા સ્પર્ધકને પિયા એક લાખ અને તૃતીય વિજેતા સ્પર્ધકને પિયા પચાસ હજાર જેટલી માતબર રકમના કુલ આઠ લાખ રોકડ ઇનામોના હકકદાર બન્યા છે.
આ ઝહળળતી સિધ્ધીઓ મેળવનાર દિવ્યાંગ ખેલાડીઓને શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુકુળ, પોરબંદરના પ્રમુખ મેઘાવીનીબહેન મહેતા, ઉપપ્રમુખ ડો. સુરેશભાઇ ગાંધી, સેક્રેટરી કમલેશભાઇ ખોખરી, ટ્રેઝરર રાધીકાબેન વાડીયા, ટ્રસ્ટી દિપકભાઇ લાખાણી, પોરસભાઇ વાડીયા, મનિષભાઇ સિંધવ, રાજુભાઇ લોઢારી, જતીનભાઇ હાથી સહિત શહેરના પ્રતિઠિત નાગરીકો દ્વારા અભિનંદન પાઠવી તેઓને ઉજજવળ કારકીર્દીની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
આ તમામ દિવ્યાંગ ખેલાડીઓને તેમના પરિવારના સદસ્યો સાથે કમલેશભાઇ ખોખરીના સીધા માર્ગદર્શન નીચે પટણા ખાતેથી 17 મી રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં ઝળહળતી સિધ્ધીઓ પ્રાપ્ત કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS