ગુજરાત બજેટ 2021-22 : વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની કરાઈ જાહેરાત

  • March 03, 2021 01:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌનો સાથ સોનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને મૂર્તિમંત કરવા ગુજરાત સરકારનુ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નુ અંદાજપત્ર વિધાનસભા ખાતે સતત નવમીવાર રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નીતિનભાઈ પટેલે આ તકે રાજ્ય સરકારે કરેલા કાર્યોનું વર્ણન કરી અને આવાનારા સમયમાં જે કાર્યો કરવાના છે તેના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. 

 


તેમણે કહ્યું હતું કે કોરોનાના કપરાકાળમા પણ ગુજરાતે વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા 2,27,029 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં કેટલીક મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ જોગવાઈ અનુસાર  વન બંધુ કલ્યાણ યોજના-1ની વિકાસ ગાથાને વધુ ઉચાઈએ લઈ જવા માટે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડની માતબર જોગવાઈ વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી.

 


આ સાથે જ સાગરખેડૂના સર્વાગી વિકાસ માટે રૂપિયા 50 હજાર કરોડની સાગર ખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2 જાહેર કરવામાં આવી હતી. આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરાશે. આગામી પાંચ વર્ષમાં મેન્યુ ફેકચરીગ ફાર્મા એનર્જી એન્જીનીયરીગ ઈન્ફ્રાસ્ટ્રકચર આઈ.ટી પ્રવાસન હોસ્પિટિલીટી ફૂડ પ્રોસેસીગ બેનકીગ સર્વીસ સેકટર જેવા વાવિધ ક્ષેત્રે 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS