ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જામનગરમાં

  • April 27, 2021 01:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા ખાતેની મુલાકાત પૂર્ણ કયર્િ બાદ મંત્રી હકુભા જાડેજા દ્વારા યોજવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી

દ્વારકા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બપોરે જામનગરની મુલાકાત લીધી હતી અને રાજ્યમંત્રી હકુભા જાડેજાના ચેરી. ટ્રસ્ટ દ્વારા યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકમાં ધારાસભ્ય દ્વારા કાર્યરત કરવામાં આવેલ કોવિડ હૉસ્પિટલને આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ખૂલ્લી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયામાં ટાઉનલ ખાતે કાર્યરત કરવામાં આવેલ કોવિડ આઈસોલેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બન્ને કોવિડ હૉસ્પિટલમાં સરકાર દ્વારા તમામ દવાઓ તથા અન્ય ચીજ વસ્તુઓનો જથ્થો પૂરતાં પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વૈક્સિનેશન માટેના જિલ્લા ભાજપ કાયર્લિયની મુલાકાત લઈ જરી સૂચનાઓ આપી હતી.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાગ્યલક્ષ્મી ચેરી. એન્ડ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા આજરોજ રાજપૂત સમાજ બૉર્ડિંગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયાજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે કેમ્પ બાબતની અને અન્ય ચચર્િ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પૂર્વે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ આજે સવારે 9 કલાકે જામનગર ઍરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં અને ત્યાંથી હૈલિકોપ્ટર મારફતે દ્વારકા પહોંચ્યા હતાં ત્યાં દ્વારકામાં કાર્યરત કોવિડ કેર આઈસોલેશન ખાતે પહોંચ્યા હતાં જ્યાં તેઓએ દીપ પ્રાગટ્ય કરી આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર પણ કાર્યરત કર્યું હતું.

ત્યારબાદ તેઓ હૈલિકોપ્ટર મારફત દ્વારકાથી ખંભાળિયા પહોંચ્યા હતાં જ્યાં તેઓએ ટાઉનહોલમાં તૈયાર કરવામાં આવેલ કોવિડ કેર આઈસોલેશનને કાર્યરત કર્યું હતું. વિધિવત્ દીપ પ્રાગટ્ય કરી આ કામગીરીનો પ્રારંભ કર્યો હતો તેમજ ભાજપ પરિવાર દ્વારા આયોજિત રકતદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને જરી ચચર્-િવિચારણાઓ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો સાથે કરી હતી.

ત્યારબાદ જિલ્લા ભાજપ કાયર્લિય ખાતે વૈક્સિનેશન માટેના કૉલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ વેળાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમભાઈ વિક્રમભાઈ જોગલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં અને ત્યારબાદ તેઓ પરત ખંભાળિયાથી જામનગર આવી પહોંચ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS