ગુજરાતમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કોરોના કેસ, 24 કલાકમાં 875 કેસ : રાજ્યમાં કુલ 40155

  • July 10, 2020 07:48 PM 1222 views

અનલોક 2માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ 10 જુલાઇના રોજ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 875 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 40,155 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત થયા છે સાથે જ મૃત્યુઆંક 2024 પહોંચી ચૂક્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 441 દર્દી સ્વસ્થ ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં 28183 દર્દી સ્વસ્થ થયા છે.  હાલ 9958 દર્દી એક્ટિવ કેસ તરીકે નોંધાયેલા છે. તેમાંથી 9880 દર્દી સ્ટેેબલ છે. જ્યારે 68 દર્દી  વેન્ટિલેટર પર છે. 

કોરોના મામલે હવે સુરતની સ્થિતિ ખરાબ થતી જોવા મળે છે છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન માં અમદાવાદ કરતાં પણ વધારે કેસ નોંધાયા છે. નવા નોંધાયેેેેેલા કેેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 202  અમદાવાદ કોર્પોરેશન 153, સુરત 67, વડોદરા કોર્પોરેશન 61, ભાવનગર કોર્પોરેશન 59, નવસારી 27 , રાજકોટ કોર્પોરેશન 24, સુરેન્દ્રનગર 23,  ગાંધીનગર 21, મહેસાણા 21, ખેડા 17  જામનગર કોર્પોરેશન 15, રાજકોટ 15, બનાસકાંઠા 14, જુનાગઢ કોર્પોરેશન 13, અમદાવાદ 12,  ભાવનગર 12,  ગીર સોમનાથ 11,  ગાંધીનગર કોર્પોરેશન 10, દાહોદ-જામનગર -સાબરકાંઠા -વડોદરા 8, આણંદ -પંચમહાલ 7  જુનાગઢ -મોરબી -વલસાડ 5, છોટાઉદેપુર-કચ્છ- પાટણ 4, અમરેલી-તાપી 3, અરવલ્લી , બોટાદ 2, પોરબંદરમાં એક કેસ નોંધાયા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application