ખંભાળિયાના આરાધાના ધામ ખાતે તાલીમી પોલિસ કોન્સ્ટેબલ બહેનો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

  • March 11, 2021 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો

ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ખંભાળિયા નજીક આવેલા આરાધના ધામ ખાતે તાલીમી પોલીસ કોન્સ્ટેબલ બહેનો માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સેમીનારમાં મહિલા તાલીમી બહેનોને ઉપરોક્ત કાયદા અંગે મદદનીશ સરકારી વકિલ સુમિત્રાબેન વસાવા દ્વારા કાયદાના ઇતિહાસથી માંડી વિશાખા જજમેન્ટ સુધીની કાયદાની સફર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત સમગ્ર દેશમાં મહિલાઓ વિરુધ્ધ થતા જાતીય ગુનાઓના આંકડાઓ રજૂ કર્યા હતા. જો કોઇ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે સવિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. દહેજ પ્રતિબંધક અધિકારી અને રક્ષણ અધિકારી સોનલબેન દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી ભોગ બનનારને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે માહિતી પણ અપાઈ હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશકુમાર ભાંભી દ્વારા તમામ તાલીમી બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી. મહિલાઓની જાતીય સતામણી અંગે દેશમાં બનેલા લેન્ડમાર્ક કેસો વિશે માહિતી પુરી પાડી હતી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની ગૃહ વિભાગના સંકલન સાથે ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણા દ્વારા વિવિધ કાયદા અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે બનાવવામાં આવેલી આંતરિક સમિતિ વિશે માહિતી પુરી પાડી હતી તેમજ કોઇ પણ મહિલા પોલીસ કર્મચારી જાતીય સતામણીનો ભોગ બને તો સમિતિનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આ સેમિનારમાં ડી.વાય.એસ.પી. અધિક્ષક ખટાણા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશકુમાર ભાંભી, મદદનીશ સરકારી વકિલ સુમિત્રાબેન વસાવા દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર તથા પોલીસ તાલીમી ભવનના અધિકારીઓ તેમજ તાલીમી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS