બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન આ દિવસોમાં ખૂબ જ ખુશ છે. કારણ કે ફરી એકવાર તે ફઇ બા બનવા જઇ રહી છે. તે જલ્દીથી તેના ભાઈ સૈફ અલી ખાન અને ભાભી કરીના કપૂર ખાન નવા મહેમાનને આવકારવા માટે બેતાબ છે. જોકે, કરીનાની ડિલીવરી પહેલા સોહા અલી ખાને એક નવા સભ્યને તેના ઘરે આવકારતા એક વીડિયો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોહા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે અમારા બિલ્ડિંગમાં પુરીનું સ્વાગત છે! અમારા ઘર અને જીવનમાં આ ખુશી લાવવા બદલ સુમિત અને રવનીતનો આભાર. પુરી સાથે થોડો સમય પસાર કરવામાં અમને આનંદ થશે.
સોહા દ્વારા શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે એક નાના ડોગી સાથે કેટલી ખુશ છે. વીડિયોમાં સોહા ડોગીને ખોળામાં લઇ રહી છે. વીડિયોમાં સોહા તેની પુત્રી ઇનાયા નોમી ખેમુ સાથે ડોગીને પણ પ્રેમ કરતી જોવા મળી રહી છે.
આ અગાઉ સૈફ અલી ખાન અને સોહા અલી ખાનનો એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો, જેમાં બંને ભાઈ-બહેનોએ તેમના પટૌડીના બ્રાન્ડ હાઉસ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. વીડિયોમાં બંને ભાઈ-બહેનોનો લૂક ખુબ જ સુંદર હતો. આ વીડિયોમાં સોહા અલી ખાન બોટલ ગ્રીન કલરના સલવાર સૂટમાં જોવા મળી હતી. સૈફ અલી ખાન કુર્તા અને જીન્સમાં જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationમુંબઈ : વિરારની કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 13 દર્દીના મોત
April 23, 2021 08:33 AMગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech