ગુ.શા. મહેતા ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ રાજયકક્ષાએ ઝળકી

  • December 30, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલિત શ્રીમતી ગુ. શા.મહેતા ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ એ રાજ્યકક્ષા શાળાકીય રમત અન્ડર ૧૯-વુશુ સ્પર્ધા (બહેનો)- ૨૦૨૩....માં રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત જી.એસ .મહેતા મ્યુનિસિપલ ક્ધયા વિદ્યાલય, જામનગરની કુલ ૧૪, વિદ્યાર્થીનીઓ  (સ્કૂલ ગેમ્સ)- વુશુ સ્પર્ધા (બહેનો ) મા  રાજ્યકક્ષાએ તારીખ ૧૭/ ૧૨/ ૨૦૨૩ , રવિવારના રોજ માધાપર(કચ્છ- ભુજ ) ભાગ લેવા ગયેલ. જેમાં અલગ અલગ વેઇટ કેટેગરી પ્રમાણે, શાળાની ચાર વિદ્યાર્થીનીઓએ રાજ્ય કક્ષાએ ત્રીજો -ત્રીજો નંબર પ્રાપ્ત કરી અને શાળાનું તથા જામનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે. જેમાં ગંધા જાનવી, વાઘેલા દિવ્યાબા, અગ્રાવત હીનાલી, જાડેજા ટ્વીંકલબા સંસ્થાના પ્રમુખ કરસનભાઈ ડાંગર, કા મંત્રી પાર્થ પંડ્યા તેમજ આચાર્યાબેન હીનાબેન તન્ના અને -માર્ગદર્શક શિક્ષિકાબેન મંજુલાબેન નંદાણીયા એ વિદ્યાર્થીનિઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application