ખાનગી કોન્ટ્રાકટરના મનદુ:ખના કારણે હથિયારો ઉડયા : ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પીટઇમાં ખસેડાયા : ભારે ચકચાર : પોલીસ કાફલો દોડી ગયો : ફરીયાદ લેવા તજવીજ
જામનગર નજીક મુંગણી ગામમાં ગઇ મોડી રાત્રે બે જુથ વચ્ચે જુની અદાવતમાં ધિંગાણુ થયુ હતું જેના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી, ઇજાગ્રસ્તોને તાકીદે સારવારમાં જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર આપવામાં આવી હતી, બનાવની જાણ થતા સિકકા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ફરીયાદ લેવા તજવીજ ચલાવવામાં આવી રહી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે આવેલા મુંગણી ગામમાં સમાજ વાડી પાસે ગત મોડી રાત્રીના ૧૧-૪૦ કલાકે બે ક્ષત્રીય કોન્ટ્રાકટરો વચ્ચે ચાલતા મનદુ:ખના મામલે બોલાચાલી થઇ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો.
બંને જુથના લોકો સામ સામે આવી ગયા હતા અને લાકડીઓ, ધોકા, પાઇપ, તલવાર જેવા હથિયારોથી ધિંગાણુ થયુ હતું, જુથ અથડામણમાં બંને પક્ષે લોકોને ઇજા થઇ હતી, દરમ્યાનમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, બનાવની જાણ થતા સિકકાના પીએસઆઇ બાર અને સ્ટાફ ઘટના સ્થળ અને હોસ્પીટલ દોડી ગયો હતો, પ્રાથમિક વિગતો જાણી હતી.
જુની અદાવતના કારણે થયેલી જુથ અથડામણમાં કુલ ૮ને ઇજા થતા તાબડતોબ જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, વધુમાં મળેલી વિગત મુજબ ખાનગી કંપનીના કોન્ટ્રાકટ બાબતે ઘણા સમયથી મનદુ:ખ ચાલતુ હોય જે મનદુ:ખના કારણે અથડામણ થઇ હતી, પોલીસ ટુકડી દોડી જઇ પ્રાથમિક વિગતો જાણીને ફરીયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે, બનાવના પગલે જામનગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
મોડી રાત્રી સુધી પોલીસ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો, હોસ્પીટલ ખાતે ચહલ પહલ જોવા મળી હતી, વિધીવત પોલીસ ફરીયાદમાં કેટલીક વિગતો સ્પષ્ટ થશે, ઘવાયેલાઓને અત્રેની હોસ્પીટલમાં સધન સારવાર આપવામાં આવી રહી છે, કુલ ઇજાગ્રસ્તો પૈકી એકને ગંભીર ઇજા થયાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech