ફલોરાઇડનું પ્રમાણ 1.5 થી વધુ: ફ્લોરાઈડના લીધે સાંધા-હાડકા, દાંત, ચામડી ઉપરાંત પેટના રોગીઓ વધ્યા: રાજ્યમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ
સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા મેળવવાનો માણસનો અધિકાર છે, તેનાથી કોઇ વંચિત રાખી શકે નહીં, એ વાત અલગ છે કે અનિયંત્રિત ઔદ્યોગિકરણ અને તેમાં પણ ઉદ્યોગો તરફથી ઓકાતા બેફામ ધુમાડા તથા ફેંકાતા કેમીકલયુક્ત પાણીના કારણે અનેક નદીઓમાં અવારનવાર ફીણના પુર જોવા મળે છે, તાજેતરમાં જ એક અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે સ્થિતિ એવી છે કે જ્યારે પાણીની કટોકટી સર્જાય ત્યારે લોકો માટે જીવાદોરી બનતા ભૂગર્ભના જળ પણ હવે પીવાલાયક રહ્યા નથી અને ફલોરાઇડનું પ્રમાણ ચિંતાજનક રીતે ઉંચુ ગયું છે, જેની નોંધ દરેક વ્યક્તિએ લેવી ઘટે.
એક સર્વેમાં સામે આવ્યું છે કે, જામનગર અને દ્વારકા જિલ્લા સહિત રાજ્યના રપ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ફલોરાઇડનું પ્રમાણ 1.પ થી પણ વધુ નીકળ્યું છે, આ પાણી જો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો પેટ, ચામડી સહિતના અનેક રોગો માટે આમંત્રણ આપવા સમાન બને છે.
હવામાં બેફામ પ્રદૂષણ છે, એકયુઆઇ એટલે કે એર કવોલીટી ઇન્ડેકસ દશર્વિે છે કે, શહેરોની હવા માણસોને કેટલી હદે નુકશાન પહોંચાડી રહી છે, બીજી તરફ જળાશયોમાંથી અપાતા પાણીની સ્વચ્છતા પણ પૂરતી રહેતી નહીં હોવાથી નળ વાટે અવારનવાર પ્રદૂષિત પાણી અપાતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, આવા પ્રતિકુળો સંજોગોમાં અને ખાસ કરીને જ્યારે વરસાદ ઓછો પડ્યો હોય ત્યારે લોકો પાસે ડંકી, બોર, કુવા, જીવાદોરી સમાન બને છે, પરંતુ હવે આ જીવાદોરી પણ કપાઇ રહી છે, કારણ કે સર્વેમાં જે સ્ફોટક વિગતો સામે આવી છે તે ચોંકાવી દેનારી છે અને ખાસ કરીને ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા દરેક લોકોએ આ બાબત ગંભીરતાથી લેવા જેવી છે.
ગુજરાતમાં આડેધડ થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ જોનાર નથી. ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઉંચા આવી શક્યા નથી. બીજી તરફ તળીયા ઊંડે જઈ રહ્યાં છે જેથી ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યું નથી. ખુદ કેન્દ્રીય જળશક્તિ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે, જે માનવ સ્થાસ્થય માટે જોખમી છે.
ગુજરાતમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે પરિણામે ઉત્તર ગુજરાતમાં તો 100 ફુટ પછી પણ પાણી નથી. આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે નિષ્ણાતોનું કહેવુ છે કે, જો હજુ પણ ભૂગર્ભજળના વપરાશ પર નિયંત્રણ નહીં લાદવામાં આવે તો જમીનમાંથી ભૂગર્ભજળ ખુટી જશે તે દિવસો દૂર નથી. રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ મળીને 632 પાણીના સેમ્પલ લીધાં હતા. જે પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા હોવાનુ માલુમ પડ્યું હતું.
ગુજરાતમાં કુલ મળીને 25 જિલ્લાઓ અવા જ્યા ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા 1.5 એમજીથી વધુ છે. જામનગર, દેવભૂમી દ્વારકા, અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના વિસ્તારમાં ફલોરાઈડની માત્રા વધુ પ્રમાણમાં જોવા મેળી છે. ફ્લોરાઇડની મયર્દિા સ્વિકાર્ય કરતાં વધુ હોવાનું માલુમ પડ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. જેમ કે ફ્લોરાઈડયુક્ત પાણીને પીવામાં આવે તો વ્યક્તિ વિવિધ રોગોનો શિકાર બની શકે છે.
ફ્લોરાઈડ યુક્ત ભૂગર્ભજળનો વપરાશ કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સાંધાનો દુ:ખાવો, હાડકાં નબળા પડી જવા, દાંત સડી જવા, ચામડી, પેટના રોગ થવા, પાચનશક્તિ નબળી પડવી, વાળ ખરવા જેવા રોગ વધ્યાં છે. આ ઉપરાંત સગભર્િ મહિલા માટે તો આ પ્રદુષિત ભૂગર્ભજળ નુકશાનકારક સાબિત થઈ શકે છે. આમ ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી પડી છે. ત્યારે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો આજ સ્થિતિ રહી તો રાજ્યમાં ભૂગર્ભજળ ખુટી પડશે અને પાણીની સમસ્યા ઊભી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી
April 15, 2025 12:51 PMઆજે આ રાશિના લોકો નવા કાર્યોમાં વધુ રસ લેશે, નાણાકીય બાબતો પક્ષમાં રહેશે, નફાની ટકાવારી સુધરશે
April 15, 2025 12:45 PM૪૦ લાખનું ૯૦ લાખ વ્યાજ વસૂલી વ્યાજખોરોએ જમીન વેચી નાંખી
April 15, 2025 12:43 PMહવે કુનો પાર્કથી ચિત્તાઓને ગાંધી સાગરમાં ખસેડાશે
April 15, 2025 12:34 PMજામનગરમાં રખડતા ઢોર હવે મહાનગર પાલિકા કચેરી ખાતે પણ આવી પહોંચ્યા
April 15, 2025 12:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech