ધ્રોલ ભાજપની ટીમ દ્વારા પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત

  • July 19, 2021 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ ભારતીય જનતા પાર્ટીની ટિમ દ્વારા જામનગર જિલ્લાના પુર્વ પ્રમુખ અને સતત પાંચ વખત સાંસદ રહી ચુકેલા ચંદ્રેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ચંદ્રેશભાઈ પટેલ કે જેમના વ્યક્તિત્વની જેટલી વાત કરીએ એટલી ઓછી છે, તેઓ જયારે જામનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સાસંદ હતા ત્યારે પાર્ટીના જુના અને પાયાના કાર્યકરોને હંમેશાં મહત્વ આપ્યું હતું, કોઈપણ જાતના જાતીવાદના ભેદભાવ વગર પાયાના કાર્યકરોને મહત્વ આપ્યું હતું, અને સાચા કાર્યકરોને યોગ્ય સ્થાન આપ્યું હતું, પોતાની આખી જિંદગી જામનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મોટી કરવા માટે સમર્પિત કરી દિધી છે.

જામનગર જિલ્લામાં પાર્ટીને મોટી કરવા માટે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર પાર્ટી માટે પોતાનું લોહી રેડયું છે, જયારે જામનગર જિલ્લામાં કોગ્રેસનો તપતો સુરજ હતો એ સમયમાં પોતે જાતે બળીને જામનગર જીલ્લાનું કમળ દિલ્હીમાં ખીલવ્યૂં હતું, તેવોએ સંસદસભ્યના સમયકાળ દરમ્યાન જામનગર જીલ્લામાં રિલાયન્સ, એસ્સાર જેવી મોટી-મોટી કંપનીઓ સ્થાપિત થઈ હોય પરંતુ એક પણ રૂપિયાના ભ્રષ્ટાચાર વગર આજ દિવસ સુધી નિષ્ઠાપૂર્વક પાર્ટી માટે કામ કર્યું છે.

આજ જયારે તેઓની મુલાકાતે આવ્યા છીએ ત્યારે જણાય છે કે, જે માણસ સતત પાંચ વખત સાંસદ રહી ચુકેલ હોય તે જાતે ઉભા થઈને મહેમાનોને પાણી આપે, પોતે જાતે મહેમાનો માટે ખુરશીઓ પાથરે, આજે ચંદ્રેશભાઈ પટેલને જોઈને અટલબિહારી બાજપાયજીની છબીના દર્શન થતા હતા, અટલ બિહારી વાજપેયીજીનું જીવન પણ તેવો વડાપ્રધાન હોવા છતાં ચંદ્રેશભાઈ પટેલની જેમ સાદગીભર્યુ હતું એવું વિશાળ વ્યકતિત્વ ધરાવનાર ચંદ્રેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈને હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી.

ચંદ્રેશભાઈ પટેલની મુલાકાતે પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ શહેર પ્રમુખ સમિરભાઈ શુકલ, નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, રાજેન્દ્રસિંહ સોલંકી, તાલુકા ભાજપ મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા, ધ્રોલ નગરપાલિકાના ચેરમેન ગોવિંદભાઈ દલશાણીયા, તુશારભાઈ ભાલોડિયા, સંજયસિંહ જાડેજા, હિતેશ ભોજાણી, લક્ષમણભાઈ નરસીભાઈ ચાવડા, નવિનભાઈ પરમાર, ધ્રોલ શહેર ભાજપ ઉપપ્રમુખ રણછોડભાઈ પરમાર, રજની ભાઈ વરૂ તેમજ ગુલાબભાઈ દ્વારા શુભેચ્છા મુલાકાત સમયે ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS