ગુજરાતમાં નશીલા દ્રવ્યો ના દુષણને ડામવા રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ, ચરસ, ગાંજાના દૂષણ ઉપર તૂટી પડવા કરાયેલા દેશના પગલે સુરેન્દ્રનગર એસપી ની સૂચનાથી ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસ ઓ જી એ કસવાળી ગામની સીમમાં તેમજ ધજાળા ગામની સીમમાં બે દરોડા પાડી કપાસ તેમજ એરંડાની આડમાં વાવેતર કરેલ 15.18 કરોડના લીલા ગાંજાનો જથ્થો ઝડપી સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો પાડી ખેતરમાં વાવેલો ૩૦૩૬ કિલો ગાંજા સાથે ગાંજો વાવેતર કરનાર શખસની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વી.એમ.રબારી ના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.એચ.શીંગરખીયા સહિતની ટીમે કસવાળી ગામે ત્રણ દિવસ પહેલાં રેડ પાડી હતી. ત્રણ ખેતરમાં પોલીસ જેમ જેમ ગાંજો શોધતી ગઈ તેમ તેમ વધુ જથ્થો મળી આવતા પોલીસની આંખ પણ ચાર થઈ ગઈ હતી.
સુરેન્દ્રનગરના કસવાળી ગામે ત્રણ ખેતરમાં 3036 કિલો ગાંજો પકડતું એસઓજીઃ ત્રણ દિવસ સુધી રેડ ચાલી પાકની આડમાં ૩૦૩૬ કિલો અને ૮૦૦ ગ્રામ ગાંજાનું વાવેતર મળી આવતાં પોલીસે વાવેતર કરનાર સંજય ભોપાભાઈ તાવીયાની ધરપકડ કરી હતી. પોલીસે લીલા ગાંજાના ૫૫૦ છોડ તેમજ સૂકો ગાંજો સહિતનો કુલ 18.18 કરોડ નો નશીલો પદાર્થ કબજે કર્યો હતો.
જ્યારે ધજાળા પોલીસે તુવેરના પાકની આડમાં વાવેલો ૪૭૧ કિલો ગાંજો કે જેની કિંમત ૨.૩૩ કરોડ રૂપિયા થાય છે તેને પકડી પાડયો હતો. આ વાવેતર બાબુ મીઠાપરા નામના શખસે કર્યું હતું,એકંદરે આટલા મોટાપાયે ગાંજાનું વાવેતર કર્યા બાદ તૈયાર થયેલો ગાંજો ક્યાં ક્યાં સપ્લાય કરવાનો હતો, કેટલા સમયથી આ કારસ્તાન ચાલતું હતું તે સહિતની દિશામાં પોલીસે તપાસ આદરી છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ બીએચ સિંગરખીયા, પીએસઆઇ એન એ રાયમા,પીએસઆઇ આરજે ગોહિલ ,એએસઆઇ અનિરુદ્ધસિંહ અશ્વિનભાઈ અમર કુમાર અરવિંદસિંહ કુલદીપસિંહ સાહિલભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.