ઉપલેટા પંથકમાં લીલો દુષ્કાળ: કપાસ, એરંડાના પાકને ભારે નુકસાની

  • October 21, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટા પંથકમાં મોસમનો સરેરાશ ૧૦૦ ઈંચ કરતા વધુ વરસાદને કારણે ખેતીના પાકને નુકસાની થઈ હતી. છેલ્લ ા પાંચ દિવસથી દરરોજ વરસાદને કારણે વધુ ૧૦ થી ૧૫ ઈંચ પાણી પડી જતાં લીલા દુષ્કાળના હાકલા વાગ્યા છે. ગઈ સાલ ઉપલેટા પંથકમાં વરસાદના પ્રથમ રાઉન્ડથી જ ભારે વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. મગફળી, કપાસ અને એરંડા તેમજ તુવેરના પાકોના વાવેતર બાદ સતત વરસાદને કારણે આ પાક જોયે તેવા થવા પામેલ નહોતા. મોટાભાગના પાક ૫૦ ટકા કરતા વધુ નિષ્ફળ ગયા હતા. બીજા રાઉન્ડમાં ભારે વરસાદને કારણે ખેતરોની સાથે પાકનું ધોવાણ થતાં ખેતરોમાંથી માટીના ધોવાણને કારણે પાક બચાવવા ખેડૂતો માટે મુશ્કેલ બન્યો હતો. નવરાત્રીની શરૂઆત અને સમાપનના દિવસોમાં ઉપલેટા પંથકમાં ફરી પાછો વરસાદ વરસતા મહદઅંશે બચેલો પાક અને ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ મગફળી ઉપર છેલ્લ ા પાંચ દિવસથી દરરોજ વરસાદને કારણે સરેરાશ ૧૦ થી ૧૫ ઈંચ જેવો વરસાદ થયો હતો. ગઈકાલે બપોર બાદ ઢાંક, નાગવદર, રબારીકા, જાર, સમઢીયાળા, કાથરોટા, પાણવાવ સહિતના વિસ્તારોમાં ૪ થી ૬ ઈંચ જેવો વરસાદ પડતા ખેડૂતો માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ગઈકાલના વરસાદને કારણે કપાસના પાકમાં ફત્પલો સંપુર્ણ ખરી ગયા છે. જયારે તૈયાર થયેલ મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયા હતા. જમીનની અંદર ઉતરી રહેલી મગફળી પણ સડવા લાગી છે અને તૈયાર થયેલ મગફળી ઉપર વરસાદ પડવાથી તેને ભારે નુકસાની થઈ હતી. આના કારણે આ વર્ષ ચોમાસુ પાક સંપુર્ણ નિષ્ફળ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. પાક નિષ્ફળ જવાથી જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. ઉપલેટા પંથકમાં દુષ્કાળના ડાકલા વાગતા ખેડુતો ઉપલેટા પંથકને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવે તો નવાઈ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application