મિયાવાકી પધ્ધતિથી વૃક્ષ રોપવાના પ્રતિ ચોરસ મીટર રૂા.૩૧૦ અને પરંપરાગત પધ્ધતિથી એક વૃક્ષ રોપવાના રૂા.૬૪૦ ચૂકવાશે: કુલ ૬૬.૫૫ લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ૧૨:૩૦ કલાકે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શહેરમાં ચાર સ્થળોએ મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ તથા સાત સ્થળોએ પરંપરાગત રીતે ઘનિ વૃક્ષારોપણ (ચાર વર્ષ નિભાવણી સાથે) મળી કુલ ૧૧ સ્થળોએ ૨૯૦૩૯ ચોરસ મીટર જમીન વિસ્તારમાં ૭૨,૩૯૪ વૃક્ષો રોપવા .૬૬,૫૫,૩૫૦નો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. શહેરમાં આવેલ ખુલ્લી જગ્યાઓમાં મીયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ તથા પરંપરાગત પધ્ધતિથી ઘનિ વૃક્ષારોપણ (ચાર વર્ષ નિભાવણી સાથે) કરવાનું કામ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ–રાજકોટ પાસે રેઇટ કોન્ટ્રાકટથી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનરે ૭૨૩૯૪ વૃક્ષો રોપવાની દરખાસ્ત રજૂ કરી હતી જેમાં મેયર ડો.નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ વધારો સુચવતા કુલ ૧,૧૧,૦૦૦ વૃક્ષો રોપવા નિર્ણય કરાયો હતો.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૨ જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરનાર છે તે સાથે જ રાજકોટમાં પણ મહાનગરપાલિકા દ્રારા વૃક્ષારોપણનો પ્રારભં કરવામાં આવશે તેવું આયોજન છે.
તેમણે ઉમેયુ હતું કે, મિયાવાકી પ્લાન્ટેશન પધ્ધતિમાં વૃક્ષોનો વિકાસ સામાન્ય પધ્ધતિ કરતાં ઘણો વધુ ઝડપથી થાય છે. આ પધ્ધતિમાં એક ચોરસ મિટરમાં અંદાજે ત્રણ થી પાંચ સ્થાનિકે વિકાસ પામતા પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ઝડપથી ગ્રીનરી વિકસાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. પરંપરાગત શહેરી જંગલ ઊભું કરવા માટે વધુ સમય લાગે છે. યારે મિયાવાકી પધ્ધતિ દ્રારા ટૂંક સમયમાં સમાન પરિણામ મેળવી શકાય છે. મીયાવાકી થીમ ફોરેસ્ટ માટે પ્રતિ ચો.મી.ના .૩૧૦ લેખે કામગીરી કરાવવા સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર ૩૦૮ તા.૪.૧૦.૨૦૨૩થી મંજુર થયેલ છે. જે અંતર્ગત ચાર સ્થળોએ કુલ .૪૨,૫૫,૯૯૦ના ખર્ચે અંદાજીત ૧૩,૭૨૯ ચો.મી. વિસ્તારમાં કુલ ૬૮૬૪૫ વૃક્ષો, મીયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્લોક પ્લાન્ટેશન (ઘનિ વૃક્ષારોપણ) પરંપરાગત રીતે કરવામાં આવતી વૃક્ષારોપણની પધ્ધતિ છે. આ પધ્ધતિ અંતર્ગત સામાન્ય રીતે ૦૨ મી ૦૨ મી થી ૦૫ મી ૦૫ મીના અંતરે વૃક્ષોનું વાવેતર જગ્યાની ઉપલબ્ધિ મુજબ તથા જરૂરીયાત મુજબ કરવામાં આવે છે.ઘનિ વૃક્ષારોપણ પ્રતિ વૃક્ષના .૬૪૦ લેખે કામગીરી કરાવવા સ્ટે.ક.ઠ.નં.૩૦૯ તા.૪.૧૦.૨૦૨૩થી મંજુર થયેલ છે. આ ઘનિ વૃક્ષારોપણ અંતર્ગત સાત સ્થળોએ કુલ .૨૩,૯૯,૩૬૦ના ખર્ચે અંદાજીત ૧૫૩૧૦ ચો.મી. વિસ્તારમાં કુલ ૩૭૪૯ વૃક્ષો રોપાશે
આ વિસ્તારોમાં કરાશે વૃક્ષારોપણ
મિયાવાકી પધ્ધતિ (ચાર વર્ષ નિભાવ સાથે)
૧. રૈયા સ્મશાનની પાછળ–કેરલા પાર્ક
૨. મુંજકા–નીરવાના ટાવર પાસે
૩. મુંજકા–સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસે
૪. મવડી–કોકોનટ પાર્ટી પ્લોટ પાછળ
પરંપરાગત રીતે ઘનિ વૃક્ષારોપણ (ચાર વર્ષ નિભાવ સાથે)
૫. નારાયણનગર–કણકોટ રોડ
૬. મવડી–મધુરેશ્વર મહાદેવ મંદિર સામે
૭. ગ્રીન સીટી–૩ એન્જલ પાર્ક મેઈન રોડ
૮. ક્રિષ્ના પાર્ક–રોયલ આલાપ રોડ
૯. રૈયાધાર ૫૦ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
૧૦. કોઠારિયા– ગોકુલ પાર્ક
૧૧. લાયન સફારી પાર્ક આજુબાજુ ખુલી જગ્ય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application