ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીમાં ગ્રેટરોની દાદાગીરી

  • April 10, 2021 08:27 PM 

સ્થાનિક કોન્ટ્રાક્ટર અને ખેડૂતો સામે દાખવવામાં આવતું ગેરવર્તન: ગ્રેટરોની મનમાનીના કારણે હાલાકી ભોગવતા લોકો

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલી ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગ્રેટરની દાદાગીરી સામે આવી છે ગ્રેડર તરીકે ફરજ બજાવતો વ્યક્તિ ચાવડા અજીત ખેડૂતો સામે અભદ્ર ભાષા બોલીને પોતાનો રોપ  બતાવ્યો હતો.  તેમજ એટલી હલકી કક્ષાનું વર્તન કરવામાં આવી રહ્યું છે કે ગ્રેડિંગના ટેબલ પર બેસીને ગ્રેટર ખેડૂતોના સેમ્પલ ચેક કયર્િ હતા તેમજ  ગ્રેડતરીકે આવારા તત્વોને બોલાવીને ખેડૂતોના સિમ્પલ ચેક કરવામાં આવ્યા હતા.

ત્યારે લાયકાત વગરનો  સમીર નામનો વ્યક્તિ જ્યારે ચણાના સેમ્પલ ચેક કરી રહ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટર રાજભા જાડેજા દ્વારા તેમને પ્રશ્ન પૂછતા કોન્ટ્રાક્ટર સાથે અભદ્ર ભાષામાં વર્તન કર્યું હતું તેમજ તેનું કોઈ કઈ નઈ બગાડીલે તેઓ રોપ  બતાવ્યો હતો ત્યારે આવા લાયકાત વિનાના વ્યક્તિ જ્યારે ચણાના સેમ્પલ ચેક કરી રહ્યા હોય તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ ખેડૂતો સાથે દાદાગીરીથી વર્તન કરતા ગ્રેડરો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે.

ત્યારે ક્યાંક ને ક્યાંક તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું ગ્રેડરો ઉપર કોઈ અધિકારીઓની પકડ નથી આ પહેલા પણ જોડીયા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં  ચાવડા અજીત નામના ગ્રેડરે ખેડૂતો સાથે ખૂબ જ દાદાગીરી કરી હતી ત્યારે ફરી એ જ ગ્રેડર  ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી ચણાની ખરીદીમાં ગ્રેડ તરીકે  કામગીરી સોપાતા ફરી માર્કેટીંગ યાર્ડના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને ખેડૂતો સાથે દાદાગીરી કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે આ  ગ્રેટરને તાત્કાલિક ધોરણે અહીંથી દૂર કરવા માંગ કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS