હે કુદરત આ તે કેવી કરૂણતા ! સુરતમાં એડવાન્સમાં ખોદાઈ રહી છે કબરો : મજુર નહીં મળતા મશીનોને લગાડાયા કામે

  • April 14, 2021 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળી રહી છે. જ્યારે સુરતમાં 24 કલાક કોરોના સંક્રમિત મૃતદેહને અગ્નિદાહ માટે સળગતી ચીમનીઓ પણ પીગળવા લાગી છે ત્યારે અંતિમસંસ્કાર માટે લાંબી લાઈનો લાગી છે.  

 

 

કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે ત્યારે મૃતકોના દેહને દફનાવવા માટે એડવાન્સમાં કબરો ખોદવામાં આવી રહી છે. કબરો ખોદવા માટે માણસોની એટલે કે મજુરોની અછત ઊભી થઈ છે, ત્યારે જેસીબી મશીનને કામે લગાડાયા છે દેશભરમાં કોરોના મહામારી હૂંફાળો મારી રહી છે.  સુરત શહેરને તો જાણે તેને ભરડામાં લીધું છે. સુરત શહેરમાં મૃત શરીરને અગ્નિદાહ દેવા માટે 12 થી 15 કલાકનું વેઈટિંગ છે ત્યારે મૃતદેહને દફનાવવા માટે કબરો ખોદવામાં આવે છે. કબ્રસ્તાનના સંચાલોકોનું માનીએ તો એક કબર ખોદવામાં છ થી સાત કલાકનો સમય લાગે છે આથી જ અગાઉથી કબરોનુ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS