પરણીતા સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચરનાર આરોપીના જામીન મંજુર

  • May 12, 2021 11:21 AM 

હાઇકોર્ટે આરોપીના વકીલની દલીલો, રજુઆતો અને અદાલતના ચુકાદાઓને ઘ્યાને લઇ હાઇકોર્ટ જાહેર કરાયેલો હુકમ

જામનગર સીટી બી ડીવીઝનમાં આરોપી ઇલીયાસ ઉર્ફે બબુ રજાકભાઇ સોતા વિરુદ્ધ ભોગ બનનારે ફરીયાદ દાખલ કરેલ કે, આરોપી ભોગ બનનારના મામાજીનો દિકરો હોય, ભોગ બનનારના ઘરે અવાર નવાર આવવા જવાનું હોવાથી ભોગ બનનાર તથા આરોપી વચ્ચે પ્રેમસંબંધ થઇ ગયેલ હતો અને ભોગ બનનારે આરોપીને લગ્ન કરવાનું કહેતા લીધેલ અને ભોગ બનનારને જણાવેલ કે, લગ્ન થઇ ગયેલ છે.

આપણે બન્ને હવે ભાગી જઇએ જેથી ભોગ બનનાર તેમની બાળકી સાથે પોતાના પતિના ઘરનું ત્યાગ કરી અને ભોગ બનનાર સાથે ચાલ્યા ગયેલ અને કચ્છ માધાપુર મુકામે તેઓ હોટેલમાં રોકાયેલ અને હોટલમાં આરોપીઓ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધવાનું કહેતા ભોગ બનનારે કહેલ કે આપણા લગ્ન થાય ત્યારબાદ આપણે પતિ પત્ની તરીકેના સંબંધો રાખીશું જેથી આરોપીઓ કોર્ટમાં સહી કરાવેલ દસ્તાવેજો બતાવેલ હતા, અને જણાવેલ કે, આપણે બન્ને પતિ પત્ની છીએ તેમ જણાવી અને ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ હતા. ત્યારબાદ ભોગ બનનારને માલુમ પડેલ કે, આરોપીઓ તેમના સાથે વિશ્ર્વાસઘાત કરી અને મૈત્રી કરાર કરેલ હોય, અને લગ્નના દસ્તાવેજો કરેલ હોવાનું જણાવી અને તેમના સાથે દુષ્કર્મ કરેલ હોય, આ બાબતની ફરીયાદ ભોગ બનનારે જામનગર ખાતેદાખલ કરેલ.

જે ફરીયાદ દાખલ થતાં આરોપીની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ ત્યારબાદ આરોપી દ્વારા જામીન અરજી દાખલ થતાં અદાલત સમક્ષ પોલીસે સોગંદનામું રજુ કરેલ અનેસરકાર તરફે દલીલો થયેલ કે, આરોપીએ એક પરણીત સ્ત્રી સાથે પ્રેમસબંધ બાંધી અને તેમને લગ્નની લાલચ આપી અને ખોટા મૈત્રી કરારો કરી અને ભોગ બનનાર સાથે અવાર નવાર દુષ્કર્મ કરેલછે. જેના કારણે ભોગ બનનારને તેમના પતિ સાથે પણ ઝઘડાઓ થયેલ હોય અને તેમના વૈવાહીક જીવન પર પણ અસર થયેલ છે. આરોપીએ ભોગ બનનારના જીવન અને તેમના અસ્તિત્વ ઉપર કલંક લાગી જાય તે પ્રકારે કૃત્ય કરેલ છે.

જેથી આરોપીને જામીન મુકત કરવો જોઇએ નહીં, જેની સામે આરોપી તરફે દલીલો થયેલ કે, ભોગ બનનારની ઉમર ઘ્યાને લેતા તેઓ એક પરણીત સ્ત્રી છે અને તેમને આરોપી સાથે પ્રેમસંબંધ હોય અને આરોપી સાથે તેમની સ્વૈચ્છાએ પોતાનું ઘર મુકી અને જતી રહેલ હતી, અને ભોગ બનનાર તથા આરોપીએ મૈત્રી કરાર કરેલ હોય, જેમાં ભોગ બનનારે પોતાની સહી કરેલ હોય, ત્યારબાદ ખોટી રીતે આરોપીને ફસાવવા માટે હાલની આ ફરીયાદ દાખલ કરેલ છે. તથા જેની સાથોસાથ આરોપી તરફે જામીન મુકત થવાના આરોપીના બંધારણીય અધિકારો છે તે સંદર્ભે દલીલો કરવામાં આવેલ અને વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરેલજે તમામ ઘ્યાને લઇ અને આરોપી એલીયાસ ઉર્ફે બબુ સોતાને જામીન મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કરેલ આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, પ્રેમલ એસ. રાચ્છ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ તથા રજનીકાંત આર. નાખવા રોકાયેલા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS