જામનગરમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ભવ્ય રોડ-શો, રાત્રી રોકાણ, વિદાય

  • February 26, 2024 12:51 PM 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને સી.આર.પાટીલ દ્વારા વિમાની મથકે સ્વાગત: રોડ-શોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો: સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાને કર્યુ રાત્રી રોકાણ: વ્હેલી સવારે દ્વારકા જવા રવાના થયા

જામનગરમાં શનિ-રવિ બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન, સ્વાગત, રોડ-શો અને વિદાયના જુદા-જુદા પ્રસંગોના કારણે આખેઆખુ તંત્ર સતત દોડતું રહ્યું હતું, પ્રસ્તુત તસવીરોના સંકલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિમાની મથકે આગમન થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સ્વાગત કરાયું હતું, આ પછી ઉપસ્થિત મહાનુભાવો મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને એમની ટીમ, મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા સહિતના પદાધિકારીઓની ટીમ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, વસુબેન ત્રિવેદી, હકુભા જાડેજા, જીતુભાઇ લાલ સહિતના સંખ્યાબંધ મહાનુભાવોેેએ અભિવાદન કર્યુ હતું, આ તકે જિલ્લા કલેકટર જી.ટી.પંડયા, રેન્જ આઇજી અશોક યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ પણ સ્વાગતમાં જોડાયા હતાં.
દિગ્જામ સર્કલથી ઓશવાળ સેન્ટર સુધી વડાપ્રધાનનો રોડ-શો યોજાયો હતો, ઉપસ્થિત લોકોએ ચીચીયારીઓ બોલાવી હતી, લોખંડી સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે વડાપ્રધાને પોતાની કારના આગળના ભાગે ઉભા રહીને ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, રોડ-શોના રુટ પર બનાવાયેલ સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળ્યા હતાં અને શનિવારની આ સાંજ જામનગરવાસીઓ માટે યાદગાર બની રહી હતી, દ્વારકા ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત જવા માટે વડાપ્રધાન જામનગર આવ્યા હતાં અને અહીંથી વિદાય લીધી હતી અને આ રીતે શનિ-રવિની બે દિવસની હાલારની મુલાકાત હર્ષભેર પૂર્ણ થઇ હતી જે તમામ તસવીરોમાં જોઇ શકાય છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન વિમાની મથકે કાર્યકરોને પણ મળ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application