જોડિયામાં ભોલેબાબાજીની પૂણ્યતિથિ નિમિત્તે શનિવારે ભવ્ય ભંડારો

  • June 25, 2021 10:44 AM 

સુંદરકાંડના પાઠ, મહાઆરતી, પૂજનઅર્ચન તથા પુષ્પોથી મંદિરને સજાવાશે

જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી પાંચની તપોભૂમિમાં શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તેમજ  પ્રાત: સ્મરણીય 1008 સદગુદેવ ભોલેબાબાજીની અસીમ કૃપાથી પ્રતિ વર્ષે મુજબ આ વરસે પણ સદગુરૂદેવ ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા સરકારની ગાઈડ લાઈન અનુસાર સદગુરૂદેવ ભોલેબાબાજીની  (35મી) પુણ્યતિથિ ભક્તિમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.

સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિતે આવતીકાલે તા. 26-6-2021 ને શનિવાર ના જેઠવદ બીજ ના રોજ પૂજ્ય સદગુદેવ ભોલેબાબાજીનું વિશેષ પૂજન અર્ચનવિધિ, અર્ચદાસ તેમજ બપોરે  12 કલાકે ઢોલ, નગારા અને શખ્ખોદ્વારા થી  પૂજ્ય બાબાજીની મહાઆરતી  કરવામાં આવશે ત્યારબાદ  બપોરે પૂજ્ય સદગુરૂદેવ ભોલેબાબાજીનો  દિવ્ય ભવ્ય ભંડારો  (મહાપ્રસાદ) રાખેલ છે.

પૂજ્ય સદગુદેવ ભોલેબાબાજીની પુણ્યતિથિના પાવન પુણ્યશાળી અવસરે પૂજ્ય બાબાજીના મંદિરને પુષ્પોહારથી સજાવટ કરવામાં આવશે તેમજ  રામવાડીમાં બિરાજમાન શ્રી જ્યોતિ સ્વપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ શનિવારે  સંગીતમય સુંદરકાંડના પાઠ ભક્તજનો કરશે, જેમાં અલ્કેશભાઈ સોની તેમજ ભાવિકો પાઠનું ગાન કરશે  પૂજ્ય સદગુદેવ ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિતે પૂજ્ય બાબાજીના ભંડારાનો  (મહાપ્રસાદ) લેવા સર્વે ભાવિક ભક્તજનોને પધારવા સદગુદેવ ભોલેબાબાજીના સેવક સમુદાય  દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે સેવક સમુદાયની યાદીમાં જણાવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS